ETV Bharat / city

Vadodara Pollice Raid: દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવા પોલીસે લીધી ડ્રોનની મદદ

author img

By

Published : Jan 6, 2022, 9:00 AM IST

વડોદરામાં દેશી દારૂ બનાવતી ગેર કાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ (Vadodara Pollice Raid) હવે સતર્ક બની છે. અંતરિયાળ વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં હવે પોલીસે ડ્રોનની મદદ લીધી છે, જેનાથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં (Desi brewery in Vadodara) પોલીસને કેટલીક હદે મોટી સફળતા પણ પ્રાપ્ત થઇ છે.

Vadodara Pollice
Vadodara Pollice

વડોદરા: શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ (Vadodara Pollice Raid Desi brewery) બનાવવાની ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ખુબ મોટા પાયે ચાલી રહીં છે. પોલીસ આ દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ સદંતર બંધ કરાવવા માટે વારંવાર પ્રયાસો કરતી હોય છે પરંતુ અંતરાયળ વિસ્તારોમાં ઝાડી ઝાંખડાઓની વચ્ચે નદી કિનારે ચાલતી ભઠ્ઠીઓ મળી આવવી મુશ્કેલ હોય છે, જેથી પોલીસે આ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ (Police use drones) ઝડપી પાડવા હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહીં છે. ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં પોલીસને કેટલીક હદે મોટી સફળતા પણ પ્રાપ્ત થઇ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવા ડ્રોનની મદદ લીધી હતી.

દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવા પોલીસે લીધી ડ્રોનની મદદ

દેશી દારૂની ભઠ્ઠીઓ નેસ્ત નાબુદ કરવા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું

મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભાલીયાપુરા ગામ અને તેની સીમમાં ખુબ મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેમાં વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આ ભઠ્ઠીઓમાં દેશી દારૂ ગાળીને તેને જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યો હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઇ હતી. પરિણામે એફ ડીવીઝનના ACP કુંપાવત દ્વારા માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથી રાખી દેશી દારૂની ભઠ્ઠીઓ નેસ્ત નાબુદ કરવા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બે આરોપી પોલીસના હાથે ઝડપાયા

બુધવારે વહેલી સવારે 5 વાગ્યાથી પોલીસ દ્વારા ભાલીયાપુરા ગામમાં ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. જેમાં ગામમાંની અંદર 2 અને સીમમાં 4 દેશી દારૂની ભઠ્ઠીઓ પર મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો હોવાનુ કેદ થયું હતુ. જેથી ACP એસ.બી કુંપાવત દ્વારા જુદી જુદી ટીમો બનાવી કુલ 6 દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હતી. પોલીસને જોતા જ ભઠ્ઠીઓ પર કામ કરી રહેલા લોકોમાં ભાગદોડ મચી હતી, જેમાં કેટલાક લોકો ભાગી છુટવામાં સફળ રહ્યાં હતા પરંતુ માથાભારે રાવજી દેવજી રાઠોડીયા અને સંજય કાન્તી ઠાકરડા પોલીસના હાથે ઝડપાયા હતા. આ બન્ને સામે અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનો નોંધાયેલા છે.

7 જેટલા લોકોને વોટેન્ડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરાઈ

આમ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર પોલીસે વહેલી સવારે રેડ કરી 2200 લીટર ગરમ વોશ, 17,400 લીટર ઠંડો વોશ અને કુલ 169 લીટર દેશી દારૂનો નાશ કરી બે શખ્સોની ધરપકડ કરી અને 7 જેટલા લોકોને વોટેન્ડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી મહિલાએ દારુના વેચાણનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો: VIRAL VIDEO: દેશી દારૂ લીધા પછી પહેલા નારિયેળ ચઢાવ્યુ, અગરબત્તી બતાવી,પછી લીધો 'પ્રસાદ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.