ETV Bharat / city

બેંકમાં નાગરિકો સાથે રૂપિયાની ઉથલપાથલ મચાવનાર પકડાઈ ગયા - વડોદરામાં બેંકમાં રૂપિયાની છેતરપિંડી

વડોદરામાં બેંકમાં નાગરિકોને ભોળવી રૂપિયા ગણી આપવાના (fraud case in Vadodara) બહાને ઉથલપાથલ મચાવનાર શખ્સોની પોલીસે અટકાયત કરી છે. આ ઠગબાજો વડોદરા સિવાય સુરત-અમદાવાદમાં પણ નાગરીકોને ભોળીયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર. (Vadodara Crime News)

બેંકમાં નાગરિકો સાથે રૂપિયાની ઉથલપાથલ મચાવનાર પકડાય ગયા

author img

By

Published : Oct 4, 2022, 12:08 PM IST

Updated : Oct 4, 2022, 1:29 PM IST

વડોદરા તાજેતરમાં કારેલીબાગ ખાતેની બેંકમાં મહિલાના રૂપિયા ગણી આપવાના બહાને (fraud case in Vadodara) મહિલાની નજર ચૂકવી અજાણ્યા આરોપીઓએ રૂપિયા 33,000ની રકમ કાઢી લઇ ઠગાઇ કરી હતી. તેમજ મકરપુરા વિસ્તારમાં નકલી પોલીસ દ્વારા મહિલાના દાગીના કઢાવી લેવાના ગુનાઓ બન્યા હતા. આ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા પોલીસ તજવીજ હાથ ધરી હતી. જે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે ઇરાની ગેંગના શખ્સોની શક્યતા જણાતા આરોપીની તપાસ માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી હતી. જે પોલીસે બે શંકાસ્પદ શખ્સોને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Woman cheated in Vadodara bank)

આરોપીએ કર્યો પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ પોલીસને મળેલી બાતમીના આધારે મુજબ કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસેથી બે શંકાસ્પદ શખ્સોને કોર્ડન કરી રોકતા આ બન્ને શખ્સો પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સફળ થયા ન હતા. આ બન્ને શખ્સો હુમાયુ નુર જાફરી અને ખૈબર બીરોજ જાફરી બન્ને (રહે.આમ્બેવલી,મહારાષ્ટ્ર) હોવાનું જણાયું હતુ. આરોપી પાસેથી રોકડા રૂપિયા 33,000 અને મોબાઇલ ફોન મળી આવતા બન્નેની પુછપરછ આદરી હતી. આ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તેઓ બેંકોમાં રૂપિયા ઉપાડવા આવતા નાગરિકોને ભોળવી રૂપિયામાં બનાવટી અને ફાટેલી નોટો આવતી હોવાનુ જણાવી તે કાઢી આપવાનું કહી રૂપિયા ગણી આપવાના બહાને નાગરીકની નજર ચૂકવી રૂપિયા સેરવી ચોરી તેમજ ઠગાઇ કરતા હતા. (Thug case in Vadodara)

મહિલા સાથે ઠગાઇ વડોદરામાં રાવપુરા રોડ પર બેંક ઓફ ઇન્ડિયામાં મહિલા સાથે આ મુજબ ઠગાઇ કરી મેળવેલા રૂપિયા હોવાનુ જણાવતા બન્ને શખ્સો પાસેથી મળેલા રૂપિયા અને મોબાઇલ ફોન તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે. મહિલા સાથે ઠગાઈ કરવાના ગુના અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. બન્ને શખ્સો સામે ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ઘરી છે. (Vadodara Crime News)

મહારાષ્ટ્રમાં પણ ગુના નોંધાયા પકડાયેલ બન્નેએ વડોદરા સિવાય સુરત, અમદાવાદમાં જઇ બેંકમાં આવતા નાગરીકો સાથે ઉપરોક્ત એમ.ઓ.થી ઠગાઇ કરી ગુના આયરેલ હોવાનું જણાઇ આવ્યું છે. આ બન્ને આરોપીઓ અગાઉ પણ મિલકત સંબંધી ગુનાઓ કરવાવાળા તેમજ પોલીસ પર હુમલા કરવાના ઇરાની ગેંગના સક્રિય આરોપો છે. તેઓ સામે મહારાષ્ટ્રમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં આરોપી હુમાયુ નુર જાફરી (ઇરાની)સામે 23 અને આરોપી ખૈબર બીરોજ જાફરી (ઇરાની ) સામે 6 જેટલા ગુના નોંધાયા છે. (Fraud rupees in Vadodara Bank)

Last Updated : Oct 4, 2022, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.