- કેન્દ્ર સરકારના કાયદાનો વિરોધ
- ખેડૂત દિવસ નિમિત્તે ખેડૂત કાયદાનો પાછો ખેંચવા ખેડૂતો કરી માંગ
- ખેડૂત દિવસ નિમિત્તે શહેરમાં ગાંધીનગર ગૃહ ખાતે ખેડૂત દ્વારા સરકાર સામે દેખાવો કરતા રાવપુરા પોલીસે ખેડૂતોની કરી અટકાયત
વડોદરાઃ છેલ્લા 27 દિવસથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી સરહદે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનમાં 27 જેટલા ખેડૂતોના મોત થયા છે, ત્યારે આજરોજ ખેડૂત દિવસ નિમિત્તે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે ખેડૂતો ભેગા થઈને ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર ગૃહ ખાતે ખેડૂતો ધરણા પર બેઠા
વડોદરા શહેરના ખેડૂત સમાજના અગ્રણી નરેન્દ્ર પટેલ, હસમુખભાઈ સહિત ખેડૂત આગેવાનો વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દિલ્હી આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલી પાઠવી કૃષિ કાયદાના વિરોધમાં ધરણા કરી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.
રાવપુરા પોલીસે ખેડૂતોની અટકાયત કરી
ગાંધીનગર ગૃહ ખાતે ખેડૂતો સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે રાવપુરા પોલીસે ધરણા પર બેઠેલા ખેડૂતોની અટકાયત કરી હતી. રાવપુરા પોલીસે બે મહિલા સહિત પાંચ ખેડૂતોની અટકાયત કરી હતી.