વડોદરાઃ શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે એટલે કે શનિવારે પાણીગેટ મસ્જિદમાં નમાઝ પઢવા 9 લોકો એકઠાં થયાં હતાં. આ અંગે મળેલી બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે તમામ શખ્સોને ઝડપી પાડ્યા છે. લોકડાઉનનો ભંગ કરતા લોકો સામે પોલીસ કડક પગલા લઈ રહી છે.
કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીને પગલે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયું છે. કોરોના સંક્રણને અટકાવવા તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશ્નરે વધારે લોકો ભેગા ન થાય તે માટે મોલ–મલ્ટીપ્લેક્ષ, સિનેમા ગૃહો બંધ કરવા,તેમજ લોકોની વધારે અવર જવર હોય તેવા તમામ સ્થળો બંધ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. તેમ છતાં અનેક લોકો આ જાહેરનામનો ભંગ કરી રહી રહ્યાં છે. જેની સામે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે.
શનિવારે પાણીગેટ મસ્જિદમાં કેટલાંક શખ્સો નમાઝ પઢવા એકઠાં થયાં હતાં. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના PSI એસ.એસ.શેખને જાણ થતાં ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે મસ્જિદમાં તપાસ કરતાં કોઈ કારણ વગર નવ શખ્સો નમાઝ પઢવા ભેગા થયેલાની જાણ થતાં જ પોલીસે આ તમામ શખ્સો સામે જાહેરનામા ભંગ કરવાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.