ETV Bharat / city

સોખડા હરિધામના સ્વામી હરિપ્રસાદના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ - સોખડા હરિધામના સ્વામી હરિપ્રસાદ

વડોદરા સોખડા હરિધામના હરિપ્રસાદ સ્વામીના ( Hariprasad Swami ) નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) પત્ર લખી શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમે શોકસંવેદના દર્શાવતાં સ્વામી ગરિપ્રસાદને વિચારદર્શનનું પ્રતીક ગણાવ્યાં હતાં.

સોખડા હરિધામના સ્વામી હરિપ્રસાદના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Jul 29, 2021, 6:49 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખી આપી શ્રદ્ધાંજલિ
  • પત્રમાં સ્વામી હરિપ્રસાદના નિધન માટે દુઃખની લાગણી પ્રગટ કરી
  • સત્સંગ અને સામાજિક સેવા દ્વારા પરિવર્તન લાવનાર ગણાવ્યાં

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોખડા હરિધામને એક પત્ર મોકલાવ્યો હતો. આ પત્રમાં તેમણે સ્વામી હરિપ્રસાદના નિધન અંગે શોક અનુભવી રહ્યાં હોવાની લાગણી વ્યક્ત કરી છે.

પીએમે પત્રમાં લખ્યું કે...

પીએમે શોકસંવેદના દર્શાવતાં સ્વામી ગરિપ્રસાદને વિચારદર્શનનું પ્રતીક ગણાવ્યાં હતાં.

PM નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) પત્રમાં લખ્યું છે કે 'પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ( Hariprasad Swami ) મહારાજના નિધનના સમાચાર જાણીને અત્યંત દુઃખ થયું. હરિપ્રસાદ સ્વામીજી સેવા, ભક્તિ અને સમર્પણના જીવંત ઉદાહરણ હતાં. ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ-વિદેશના લાખો અનુયાયીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં તેઓ સેતુરૂપ બન્યાં તેમના વિચાર દર્શનનું પ્રતીક એવું સોખડા હરિધામ સૌ કોઇ માટે પ્રેરણાતીર્થ સમાન છે. હું સદભાગી છું કે સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળતો રહ્યો. ભગવાન સ્વામિનારાયણ સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.'

આ પણ વાંચોઃ કુંવરજી બાવળિયા વડોદરાના હરિધામના સોખડા ખાતે પહોંચ્યા

આ પણ વાંચોઃ અક્ષરનિવાસી થયા હરિપ્રસાદ સ્વામી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.