વડોદરા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પૂર્ણ થયેલા આવાસ યોજનાના (PM Modi visit Vadodara) લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આ કાર્યક્રમમાં 5 લાખ લોકોને ભેગા કરવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીના સભ્યોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરા હવાઈ મથકેથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે, તે બાદ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. સાથે જ 51 શક્તિપીઠોમાં (PM Rally in Vadodara) એક પાવાગઢ યાત્રાધામ ખાતે મહાકાલિકા માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ મોદી મોજિકના સહારે, આ કારણોસર રાજ્યમાં કોઈ જોખમ નહીં લે
સી.આર.પાટીલની જાહેરાત - વડોદરામાં યોજાયેલા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં (PM Program in Vadodara) જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 18મી જુને પીએમના રોડ શોથી લઇને સભા સુધીના કાર્યક્રમોની તૈયારીમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. આ જાહેર રોડ શો અને જાહેર સભામાં 5 લાખથી વધુ જનમેદની ભેગી થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે તેવી અપીલ કરી હતી. સાથે આ બાબતે વડોદરા શહેર મેયર કેયુર રોકડીયાએ પહેલા જ ઔપચારિક જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit: PM મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન
ભવ્ય સ્વાગત - દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જૂનના રોજ વડોદરા ખાતે આવવાના હોય અને તેમના સ્વાગતમાં કોઈ કમી ન રહે તે માટે શહેર વાસીઓને પ્રદેશ અધ્યક્ષ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શો બાદ સભાના આયોજનને લઈ વડોદરાવાસીઓને ભવ્ય સ્વાગત માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે શહેરીજનોને મોહલ્લા સજાવવા, રંગોળી પાડવા, ઝંડા લગાવવા (PM visit to Gujarat) અને વાજતે ગાજતે વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.