- વડોદરા કોર્પોરેશન ચોખ્ખું પાણી આપવામાં નિષ્ફળ
- RO પ્લાન્ટ બિલાડીની ટોપની જેમ ફુટી નીકળ્યાં
- નાગરિકોએ વેરો ભરવા છતાં રૂપિયા આપીને લેવું પડે પાણી
- RO પ્લાન્ટ માટે કોઈપણ જાતના લાઇસન્સ નથી જરૂર
વડોદરા: મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત એટલે રોટી, કપડા મકાન અને પાણી, પરંતુ વડોદરા મહાનગરપાલિકા શહેરીજનોને ચોખ્ખું પાણી પૂરું પાડી શકતું નથી. જેથી લોકોને પાણી માટે ખર્ચ કરવો પડે છે. વડોદરા શહેરના અમૂક વિસ્તારોમાં પીવા લાયક પાણી આવતું નથી. જેથી RO વોટર ટ્રીટમેન્ટ ખાનગીનો રાફડો ફાટી નીકળ્યો છે. આ અંગે વડોદરાના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં વેરો ભરવા છતાં પણ પાણી પીવાલાયક મળતું નથી. જેથી તેમને રૂપિયા ખર્ચીને ઘર માટે પીવા લાયક પાણીના જગ મંગાવવા પડે છે.
RO વોટર ટ્રીટમેન્ટનું પાણી પીવા લાયક નહીં
આ અંગે લેબોરેટરી અધિકારી મહેશ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનના પાણીમાં PS 6.50થી 8.50 સુધી હોવું જોઈએ. આ સાથે જ તરબી DT 5થી ઓછી હોવી જોઈએ અને TDS 500થી ઓછા હોઇ છે. જેથી આ પાણી પીવા લાયક હોય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરમાં આજવાનું પાણી 200 TDS છે અને મહાનગરપાલિકા દ્વારા આ પાણીનું જ વિતરણ કરવામાં આવે છે, જ્યારે RO વોટર ટ્રીટમેન્ટનું પાણી 50 ટકા TDS ઓછું હોય છે. જેથી RO વોટર ટ્રીટમેન્ટનું પાણી પીવા લાયક નથી. આ પાણી પીવાથી સાંધાના અને પેટને લગતા રોગો પણ થઈ શકે છે.