ETV Bharat / city

વડોદરા ખાતે યોજાયેલ 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' માં પાટીલે આપી હાજરી - ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા

સુરત ખાતે યોજાનાર 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રમોશનલ પ્રોગ્રામ-5'('Global Patidar Business Summit Promotional Program-5') વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(BJP state president CR Patil) ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા ખાતે યોજાયેલ 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' માં પાટીલે આપી હાજરી

author img

By

Published : Oct 25, 2021, 4:54 PM IST

  • 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે યોજાયો
  • ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
  • પાટીલ સરદારધામમાં 51 લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા

વડોદરા : વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5('Global Patidar Business Summit Promotional Program-5') નું વડોદરામાં સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(BJP state president CR Patil) પણ ઉપસ્થિત રહ્યા હતાં તેમજ M.S.Uni માં ભરતી કૌભાંડને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, ભરતીમાં પારદર્શિતા હોવી જોઈએ કોઈપણ હશે તો કાર્યવાહી કરીશું અને કોઈને પણ છોડાશે નહિ.

વડોદરા ખાતે યોજાયેલ 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ પ્રોગ્રામ-5' માં પાટીલે આપી હાજરી

પાટીલ સરદારધામમાં 51 લાખનું દાન આપી ટ્રસ્ટી બન્યા

વર્ષ 2022 ફેબ્રુઆરીની તારીખ 26, 27 અને 28 ના રોજ સરદારધામ દ્વારા સુરતના સરસાણા ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવા જઇ રહ્યો છે. જેનો પ્રમોશનલ પ્રોગ્રામ-5 વડોદરામાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(BJP state president CR Patil)ઉપસ્થિત રહ્યા હતા. પાટીલ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. પાટીલ પણ સરદારધામમાં 51 લાખનુ દાન આપી ટ્રસ્ટી બન્યા હતા. સાથે જ દાન આપીને ટ્રસ્ટી બનેલા અન્ય લોકોનું પાટીલે દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે માહિતી પુરી પાડવામાં આવી

કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ મહાપ્રધાન ભાર્ગવ ભટ્ટ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા શહેર મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, ધારાસભ્ય શૈલેષ મેહતા, યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ, જીતુ સુખડીયા, સીમાબેન મોહિલે, અક્ષય પટેલ તથા ભાજપ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિન પટેલ, સરદારધામના તમામ ટ્રસ્ટીઓ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરદારધામના ટ્રસ્ટીઓ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો : એકાંકી નાટકને પુનઃજીવિત કરનારા ભાવનગરના વિનોદ અમલાણીને શિષ્યો અને ચાહકોએ આપી સ્મરણાંજલિ

આ પણ વાંચો : 29 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લખનઉના પ્રવાસે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.