- વડોદરામાં આંશિક નિયંત્રણમાં છૂટછાટ મળી
- બજારો ખુલતા નાગરિકો બજારોમાં ખરીદી કરવા ઉમટ્યા
- સોશિયલ ડિસ્ટન્સ (Social distance)ના ધજાગરા ઉડ્યા
વડોદરા : કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા આશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાં આશિંક નિયંત્રણમાં છૂટછાટ મળતા બજારો ખુલતા નાગરિકો બજારોમાં ખરીદી કરવા જતા સોશિયલ ડિસ્ટન્સ (Social distance)ના ધજાગરા ઉડ્યા હતા. નાગરિકો બેકાબૂ થતાં ફરી કોરોના માથું ન ઉચકે તે માટે નાગરિકોને જાગૃત થવાની જરૂર છે.
![વડોદરામાં આંશિક નિયંત્રણમાં છૂટછાટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-01-lokdown-pic-7209424_09062021222124_0906f_1623257484_981.jpg)
આ પણ વાંચો: આંશિક નિયંત્રણ હળવું કરાતા માંડલ APMCમાં હરાજીમાં તેજી, માર્કેટયાર્ડ ફરી ધમઘમી ઉઠતા ખેડૂતો રાજીના રેડ
આંશિક નિયંત્રણમાં છૂટછાટ મળતા પ્રજા બેકાબૂ
કોરોના મહામારીમાં રાજ્યોમાં બીજી લહેર શરૂ થતા રાજ્ય સરકાર દ્વારા આંશિક નિયંત્રણ જાહેર કરવામાં આવ્યું હતું. આશિક નિયંત્રણમાં વેપારીઓ માત્ર 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે, ત્યારબાદ કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે ઘટતા રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ માટે 7 વાગ્યા સુધીનું વેપારીઓ ધંધો રોજગાર કરી શકશે.
![વડોદરામાં આંશિક નિયંત્રણમાં છૂટછાટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-01-lokdown-pic-7209424_09062021222124_0906f_1623257484_326.jpg)
આ પણ વાંચો: જ્વેલર્સ એસોસિએશને સીએમ રુપાણીને પત્ર લખી આ ફેરફાર કરવા માગણી કરી
નાગરિકોનો બજારોમાં ઘસારો જોવા મળ્યો
રાજ્ય સરકાર દ્વારા આંશિક નિયંત્રણમાં છૂટછાટ મળતા નાગરિકો પહેલાની જેમ કે કોરોના ભાગી ગયો છે એમ માની ઘરથી બહાર નીકળ્યા હતા અને બજારોમાં ખરીદી કરવા માટે ઉમટી પડે વડોદરા શહેરનું હાર્ટ સમાન મંગળ બજાર જ્યાં મધ્ય ગુજરાતમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે, પરંતુ આંશિક નિયંત્રણ ના કારણે બજાર ઘરાકી ઓછી જોવા મળતી હતી. પરંતુ છૂટછાટ મળતા નાગરિકોનો બજારોમાં ઘસારો જોવા મળ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ (Social distance)ના ધજાગરા જોવા મળ્યા હતા અને ટ્રાફિક સિગ્નલ ઉપર વાહનોને લાઈનો પણ જોવા મળી હતી. હવે જો નાગરિકો છૂટછાટ મળતા જો બેકાબૂ થશે તો ફરી કોરોના માથું ઊચકે તો નવાઈ નહીં. નાગરિકોએ હજુ પણ જાગૃત થવાની જરૂર છે અને સરકારની ગાઇડ લાઇનનો પણ પાલન કરવાની જરૂર છે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જાળવશે તો કોરોના ફરી બેકાબૂ નહીં થાય.