ETV Bharat / city

વડોદરાના ડભોઇમાં 20 લાખના ખર્ચે ઓક્સિજન અને એમ્બ્યુલન્સ ડોનેટ

કોરોના મહામારીની આગામી ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકારના આદેશથી દરેક તાલુકા અને ગામોમાં તમામ મેડીકલ સુવિધાઓ મળી રહે તે માટે પૂર્વ તૈયારીઓ કરવા આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ ડભોઇ નગરમાં વધતા કોરોનાના કેસ અને ઓક્સિજનની માંગ સાથે જ એમ્બુલન્સની માંગ સામે લોકાર્પણ અને ભૂમી પૂજન કાર્યક્રમ યોજાયો હતો.

author img

By

Published : May 25, 2021, 1:31 PM IST

વડોદરાના ડભોઇમાં 20 લાખના ખર્ચે ઓક્સિજન અને એમ્બ્યુલન્સ ડોનેટ
વડોદરાના ડભોઇમાં 20 લાખના ખર્ચે ઓક્સિજન અને એમ્બ્યુલન્સ ડોનેટ
  • કોરોના મહામારીમાં દર્દીઓને ઓક્સિજન ખૂબ જરૂર પડે છે
  • ડભોઇ આર્ટસ સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો
  • વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કેટલાક દાતાઓની પહેલ

વડોદરા: કોરોના મહામારીમાં દર્દીઓને ઓક્સિજનની ખૂબ જરૂર પડતી હોય છે. ત્યારે વલ્લભ યૂથ ઓર્ગેનાઇજેશન અને કેટલાક દાતાના સહકારથી વડોદરા ડભોઇ રેફફરલ હોસ્પિટલ ખાતે 20 લાખના ખર્ચે 1 ટન ઓક્સિજન પ્લાન્ટ સાથે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નગર અને તાલુકા માટે 2 એબ્યુલન્સ સાથે જ તાલુકાના વિવિધ PHC સેન્ટરો ખાતે 12 જેટલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ ડભોઇ આર્ટસ સાયન્સ કોલેજના સેમિનાર હૉલ ખાતે રાખવામા આવ્યું હતું. આ પ્રસંગે વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશનના વ્રજરાજકુમારજે મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સાંસદ પૂનમબેન માડમે લતીપુર PHC ખાતે રૂ. 18 લાખના ખર્ચે ફાળવાયેલી એમ્‍બ્‍યુલન્‍સનું કર્યું લોકાર્પણ

ઓક્સિજનની માંગ સાથે જ એમ્બુલન્સની માંગ સામે લોકાર્પણ અને ભૂમી પૂજન કાર્યક્રમ

કોરોના મહામારીની આગામી ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકારના આદેશથી દરેક તાલુકા અને ગામોમાં તમામ મેડીકલ સુવિધાઓ મળી રહે તે માટે પૂર્વ તૈયારીઓ કરવા આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ ડભોઇ નગરમાં વધતા કોરોનાના કેસ અને ઓક્સિજનની માંગ સાથે જ એમ્બુલન્સની માંગ સામે લોકાર્પણ અને ભૂમી પૂજન કાર્યક્રમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વર્ચ્યુયલ હાજરીમાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇજેશનના સહિયોગથી તેમજ મુખ્ય દાતા દીપેનભાઈ અને શોભનાબેન સતદેવ દ્વારા ડભોઇ નગર અને તાલુકાની પ્રજાને ઓક્સિજનની અછત પૂરી પાડવા માટે 1 ટન ઓક્સિજન પ્લાન્ટ રેફરલ હોસ્પિટલ ખાતે તૈયાર થનારો છે. જેનું આજ રોજ વલલાભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. 108 વ્રજરાજકુમારજી મહોદય અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરીમાં ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વડોદરા ટીમ મેરેથોન દ્વારા SSG હોસ્પિટલને એમ્બ્યુલન્સ ડોનેટ કરવામાં આવી

14 લાખના ખર્ચે ખરીદેલી બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ધારાસભ્ય શૈલેષભાઈની ગ્રાન્ટમાંથી 14 લાખના ખર્ચે ખરીદેલી બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ સાથે સાથે મહેતા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા ડભોઇના PHC સેન્ટરો માટે 12 જેટલા ઑક્સીજન કોન્સ્ટ્રેટરનું પણ લોકાપરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, પરિમલ નાથવાનીજી, સહિત પૂ.પા.ગો.108 વ્રજરાજકુમાર મહોદય સહિત ભાજપ કાર્યકરો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, શશિકાંતભાઈ પટલે, ડો.સંદીપ શાહ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નગરને મળેલા ઑક્સીજન પ્લાન્ટ સહિતની સુવીધાઓથી તાલુકા અને નગરના લોકોમાં આનંદની લાગણી પ્રશરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.