- રેમેડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે
- હવેથી મેડિકલ સ્ટોરમાં રેમેડીસીવીર ઈન્જેક્શન આપવામાં નહીં આવે
- હોસ્પિટલોમાં સીધા જ ઇન્જેક્શન સપ્લાય કરવામાં આવશે
વડોદરા: કોરોનાથી રાહત માટે સરકાર દ્વારા રેમેડીસીવીર ઇન્જેક્શનની સપ્લાય સુવ્યવસ્થિત કરવા માટે ધ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન સાથે ડૉક્ટર વિનોદ રાવે મિટિંગ કરી હતી. જે પ્રમાણે ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે. હવેથી મેડિકલ સ્ટોરમાં ઈન્જેક્શન આપવામાં નહીં આવે. હોસ્પિટલોમાં સીધા જ ઇન્જેક્શન સપ્લાય કરવામાં આવશે. જેના કારણે કાળાબજારી થતી અટકી જશે.
રેમેડીસીવીર ઇન્જેક્શન હવે મેડિકલ સ્ટોરમાં વેચવામાં નહીં આવે
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરાનાને રાહત આપતા રેમેડીસીવીર ઇન્જેક્શનની કાળા બજારી થઈ રહી છે. ત્યારે OSD ડૉક્ટર વિનોદ રાવે આજે બુધવારે ધ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન સાથે મીટીંગ યોજી હતી. તેના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, અનેક મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અનેક પ્રશ્નો પણ લેવામાં આવ્યા હતા. કોરોનાને રાહત આપતા રેમેડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે. ત્યારે હવે ઇન્જેક્શન મેડિકલ સ્ટોરમાં વેચવામાં નહીં આવે.
કાળાબજારી કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચર્ચા
હોસ્પિટલમાં દર્દીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઇન્જેકશનની અછત હશે તો એ 2થી 3 દિવસમાં ઉપલબ્ધ થઈ જશે. સરકાર દ્વારા ઇન્જેક્શનની કિંમત પણ નક્કી કરવામાં આવે તેવું પણ એસોસિયેશન દ્વારા કહેવામાં આવ્યું હતું. જો કોઇ આ ઇન્જેક્શનની કાળાબજારી કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
આ પણ વાંચો: જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા
હોસ્પિટલોને કમાવી આપવાનો વેપલો
ધ કેમિસ્ટ ડ્રગીસ્ટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ વરજેશકુમાર શાહે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દી વધી રહ્યા છે. ત્યારે રેમેડીસીવીર ઇન્જેક્શનની સપ્લાય ઓછી છે. તેનાં કારણે દર્દીઓ હેરાન થાય છે. મેડિકલ સ્ટોર જ્યારે 1,700માં ઇન્જેક્શન વેંચે છે. ત્યારે હોસ્પિટલ 5,400 રૂપિયા લે છે. જેના કારણે દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવે તો કાળાબજારી બંધ થશે.
આ પણ વાંચો: ઝાયડસે ફ્કત રૂપિયા 899માં રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું કર્યું શરૂ