ETV Bharat / city

વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન, ડોક્ટરો હડતાલ પર - ડોક્ટર હડતાલ

રાજસ્થાનથી મ્યુકોરમાયકોસિસની સારવાર કરાવવા સયાજી હોસ્પિટલમાં આવેલા દર્દીનું નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ થતા પરિવારજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જ્યારે દર્દીને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બે દિવસ બાદ ઓપરેશન થશેનું પરિવારજનોને જણાવાયું હતું.

પરિવારજનો મૂકાયા મુશ્કેલીમાં
પરિવારજનો મૂકાયા મુશ્કેલીમાં
author img

By

Published : May 19, 2021, 8:09 AM IST

  • નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ
  • પરિવારજનો મૂકાયા મુશ્કેલીમાં
  • ડોક્ટરે જણાવ્યું કે, બે દિવસ બાદ થશે ઓપરેશન

વડોદરા: રાજસ્થાનના બાસવાડાના રહેવાસી વિમાલસિંહ ગઢવી મ્યુકોરમાયકોસીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. વિમલસિંહની છેલ્લા 7 દિવસથી વડોદરાની SSG હોસ્પિટલમાં મ્યુકરમાયકોસીસની સારવાર ચાલી રહી છે. ત્યારે મંગળવારે વિમલસિંહનું ઓપરેશન હોઈ તબીબે ગઈકાલ સાંજના 7 વાગ્યા બાદ પાણી અને જમવાનું બંધ કરાવી દીધું હતું. જો કે SSG હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરતા વિમલસિંઘનું ઓપરેશન ટલ્લે ચડ્યું છે.

નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ

આ પણ વાંચો: SSG હોસ્પિટલમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા તબીબોની માગ નહીં સ્વિકારાતા મેડિકલ ડીનને આપ્યું આવેદનપત્ર

અંદાજીત 2 દિવસ પછી ઓપરેશન થશે

દર્દીના પરિવારજનોને ઓપરેશન ક્યારે થશે તેનો પણ યોગ્ય જવાબ આપવામાં આવતો ન હતો. આખરે કલાકો વીત્યા બાદ તેમણે નર્સિંગ સ્ટાફની હડતાળ સમેટાયા બાદ અંદાજીત 2 દિવસ પછી ઓપરેશન થશે તેવી માહિતી અપાઈ હતી તો બીજી તરફ SSG હોસ્પિટલના તબીબ ડો.હર્ષિલ શાહે નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે તમામ ઓપરેશન કેન્સલ કરાયા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષતા મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ SSG હોસ્પિટલ ખાતે ધરણાં કર્યા

કોઈ દર્દી જીવ ગુમાવે તો જવાબદાર કોણ...?

એક તરફ કોરોના મહામારી અને બીજીતરફ મ્યુકરમાયકોસીસની બીમારી જે ગતિએ વધી રહી છે. ત્યારે નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી પડી રહી છે. મ્યુકોરમાયકોસીસ જેવી ગંભીર બીમારીમાં ઓપરેશન અટકે તો દર્દીમાં ફંગસ વધુ ફેલાય શકે છે તો હવે દર્દીઓના ઓપરેશનના થાય અને જો કોઈ દર્દીએ જીવ ગુમાવવો પડે તો તેના માટે જવાબદાર કોણ...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.