વડોદરાઃ દિન પ્રતિદિન હવે પાદરા શહેરમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે મંગળવારે વધુ એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે.
પાદરાના ભાવસાર વાડ વિસ્તારમાં રહેતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે પાદરા આરોગ્ય વિભાગ અને પાદરા નગર પાલિકા આ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનને લઈને સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. પાલિકા અને આરોગ્ય વિભાગ વચ્ચે આ મુદ્દે વિવાદ થયો હતો. જો કે ત્યાર બાદ પાદરા નગર પાલિકાના ઉપપ્રમુખ સચિન ગાંધીનો આ વૉર્ડ મત વિસ્તાર હોવાથી તેઓ પણ વિસ્તારમાં દોડી આવ્યાં હતાં અને આ વિવાદનું સમાધાન કર્યુ હતું.
પાદરામાં છેલ્લા 5 દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે પાદરાના ભાવસાર વાડ વિસ્તારમાં એક મહિલા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના પોઝિટિવ આવતાં તંત્ર વધારે સતર્ક બન્યું છે. આ વિસ્તારમાં સેનેટાઇઝીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ પાદરા હેલ્થ ઓફીસર અને ટીમ દ્વારા કન્ટેઈન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવાની સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.