ETV Bharat / city

અમાસ અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ડભોઈના કુબેર ભંડારી મંદિરમાં ભક્તોની ભીડ જામી

author img

By

Published : Sep 7, 2021, 3:11 PM IST

ગઈકાલે (સોમવારે) શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસનો સંયોગ હતો. ત્યારે વડોદરાના ડભોઈમાં આવેલા ચાંદોદ અને કરનાળીમાં નર્મદાન સ્નાન અને દેવ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં નર્મદા કિનારે આવેલા કુબેર દાદાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા. અમાસના દર્શનના મહિમા અને શ્રાવણનો અંતિમ દિવસ હોવાથી વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી.

અમાસ અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ડભોઈના કુબેર ભંડારી મંદિરમાં ભક્તોની ભીડ જામી
અમાસ અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ડભોઈના કુબેર ભંડારી મંદિરમાં ભક્તોની ભીડ જામી

  • વડોદરાના ડભોઈમાં કરનાળી ખાતે કુબેર ભંડારી મંદિરમાં ભક્તોની ભીડ
  • નર્મદા નદી કિનારે આવેલું કુબેર દાદાનુ મંદિરમાં સોમવતી અમાસના દિવસે ભક્તો ઉમટ્યા
  • સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી શિવભક્તોની લાંબી લાઈન લાગી હતી

વડોદરાઃ સોમવારે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો. આ દિવસે સોમવતી અમાસનો પણ સંયોગ હતો. દેશભરમાં શ્રાવણ મહિનાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાડીમાં પણ નર્મદા સ્નાન અને દેવદર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. હિન્દ શાસ્ત્રમાં શ્રાવણ મહિનો અને સોમવતી અમાસને પાવનકારી અને વિશેષ ફળદાયી ગણવામાં આવી છે.

આ પણ વાંચો- સોમવારથી પ્રારંભ થયેલો શ્રાવણ માસ સોમવારે થયો પૂર્ણ

સમગ્ર મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું

આ બંને પવિત્ર દિવસનો સંયોગ હોવાથી ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદમાં નર્મદા સ્નાન તેમ જ વિધિવિધાન અર્થે શ્રદ્ધાળુઓ પોતપોતાના ગોર મહારાજ પાસે પહોંચ્યા હતા. તો કરનાડી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવના અમાસના દર્શનના મહિનાને લઈને સવારથી જ શિવભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. આખું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ જય કુબેર ભંડારીની ભક્તિ સાથે કુબેર દાદાના દર્શનનો લાભ મેળવી દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી. જોકે, ગયા વર્ષે શ્રાવણ મહિનામાં મંદિર બંધ હોવાથી મંદિર બંધ હતું. જ્યારે આ વર્ષે સરકારે છૂટ આપી હોવાથી મંદિર ખોલવામાં આવ્યું છે. ત્યારે આખા માસ દરમિયાન શિવભક્તોએ કુબેર દાદાના દર્શન પૂજન નો શ્રદ્ધાપૂર્વક લાભ લીધો હતો.

ગયા વર્ષે ભક્તો નહતા કરી શક્યા દર્શન

આ પણ વાંચો- શ્રાવણ માસમાં અનોખી શિવ ભક્તિ, જૂનાગઢમાં મિલ્ક બેંક દ્વારા શિવ આરાધના

ગયા વર્ષે ભક્તો નહતા કરી શક્યા દર્શન

દર વર્ષે ડભોઈ તાલુકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ ગયા વર્ષે કોરોનાની ગંભીર પરિસ્થિતિના કારણે મંદિર બંધ હતું, જેથી દર્શન નહતા થઈ શક્યા. જ્યારે આ વર્ષે કોરોના ગાઈડલાઈન પ્રમાણે મંદિર ખોલવામાં આવ્યું હોવાથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.