- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
- ધારાસભ્ય, પોલીસ કમિશનર, મૈયર, સાંસદ બેઠકમાં રહ્યાં હાજર
- નીતિન પટેલે વડોદરા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે યોજી બેઠક
વડોદરા: કોરોનાનો કહેર શહેરમાં જોવા મળી રહ્યો છે. કોરોના ફરી 1 વર્ષ બાદ પણ તેનો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દિવસેને દિવસે કેસોની સંખ્યા વધી રહી છે સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોનાના વધતા કેસને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સાંસદ, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, વિધાનસભાના અધ્યક્ષ, ધારાસભ્યો, મેયર અને OSD ડૉ. વિનોદ રાવ સહિતનાં અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આગામી સમયમાં કોરોનાને નાથવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે.
![વડોદરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-02-nitinpatelcircuthouse-pic-7209424_03042021120350_0304f_1617431630_966.jpg)
આ પણ વાંચો : વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી
નાયબ મુખ્યપ્રધાન વડોદરા આવનારા હોય આજે કેસોમાં એકાએક ઘટાડો
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં કોરોના બેકાબૂ બન્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 3 દિવસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મેડીકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે. જેમાં, બુધવારના રોજ 391 પોઝિટિવ અને 1 દર્દીનું મોત, ગુરૂવારના રોજ 391 દર્દીઓ પોઝિટિવ અને 1 દર્દીનું મોત જ્યારે, શુક્રવારના રોજ પણ 376 દર્દી પોઝિટિવ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું હતું. ત્યારે, નાયબ મુખ્યપ્રધાન એકાએક આવનારા હોવાથી અચાનક કેસોમાં ઘટાડો પણ કરી લેવામાં આવ્યો હતો. તંત્ર પહેલેથી આંકડાઓ છુપાવી હોય તેવું લાગી રહ્યું છે.