વડોદરા - વડોદરા શહેરના મચ્છી પીઠ વિસ્તારમાં નુપુર શર્માની ધરપકડ કરો તેવા મેસેજ સાથેના પોસ્ટર જોવા મળ્યાં .ત્યાર બાદ એક મેસેજ વાયરલ થયો, જેમાં જુમ્માની નમાઝ બાદ વિરોધ (Protest after Jumma prayers) માટે એકત્ર થવાનું જણાવવામાં આવ્યું. વડોદરા પોલીસ તથા વિવિધ બ્રાન્ચ SOG, PCB, DCB, સહિતનો સ્ટાફ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં ગોઠવાઇ ગયો.પીએમ મોદીના આગમન પહેલાં આજે વિવાદીત ટીપ્પણી બાદ ભાજપમાંથી કાઢી મુકાયેલા નુપુર શર્માનો વિરોધ વડોદરામાં તેજ બન્યો (Nupur Sharmas protest in Vadodara) છે.
નુપૂર શર્મા અને નવીન જિંદાલના પોસ્ટર સળગાવી વિરોધ -આજે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આગામી 18 જૂનના રોજ તેઓ વડોદરા આવશે. પીએમ મોદીની વડોદરાની મુલાકાત પહેલા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ શહેરમાં તેજ (Nupur Sharmas protest in Vadodara)બની રહ્યો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે વડોદરાના મચ્છીપીઠમાં નવાબવાડા પાસે નુપુર શર્મા અને નવીન જિંદાલના ફોટો પર જૂતાંનું નિશાન મારેલા પોસ્ટર રસ્તા પર લગાડવામાં આવ્યા હતાં. જે બાદ બપોરે શહેરના ગોરવા વિસ્તારમાં નુપુર શર્માની ધરપકડ કરવાના પોસ્ટર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે (Vadodara Police) સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ એવું તે શું થયું કે PMનો રોડ શો અચાનક કરાયો રદ્દ
વડોદરામાં એક મેસેજ વાયરલ થયો હતો - આ મેસેજમાં જુમ્માની નમાઝ બાદ વિરોધ માટે એકત્ર થવાનું જણાવવામાં આવ્યું હતું. મેસેજ વાયરલ થતાની સાથે જ વડોદરા પોલીસ (Vadodara Police) તથા વિવિધ બ્રાન્ચ SOG, PCB, DCB, સહિતનો સ્ટાફ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં ગોઠવાઇ ગયો હતો અને કોઇ પણ પ્રકારની અનઇચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેવામાં આજે બપોરે પ્રથમ શહેરના ગોરવા વિસ્તાર અને ત્યાર બાદ શહેરના તાંદલજા વિસ્તારમાં નુપુર શર્માનો વિરોધ(Nupur Sharmas protest in Vadodara) કરવા માટે રેલીનું આયોજન કરવા લોકો એકત્ર થયા હતા. ગોરવા વિસ્તારમાં લોકો એકત્ર થતા જ પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કરી દીધો હતો. તો તાંદલજામાં પુતળા સાથે વિરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ નુપુર શર્માના સમર્થનમાં પ્રજ્ઞા ઠાકુર, કહ્યું દેવતાને ફૂવારો કહે ત્યારે તકલીફ થાય
પીએમ નરેન્દ્ર મોદી 18મીએ વડોદરા આવશેે -પીએમ મોદી આગામી 18 જૂનના રોજ પીએમ મોદી પાવાગઢ અને વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં આયોજિત સભાનો સંબોધશે. વડોદરામાં પીએમ મોદીના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના રોડ શોનો રૂટ એક વખત બદલી નાંખવામાં આવ્યો હતો. ગતરોજ બિનસત્તાવાર માહિતી મુજબ રોડ-શો રદ કરી દેવામાં આવ્યો છે. હવે પીએમ મોદી માત્ર સભાને જ સંબોધશે. આ સિલસિલા વચ્ચે આજે વિવાદીત ટીપ્પણી બાદ ભાજપમાંથી કાઢી મુકાયેલા નુપુર શર્માનો વિરોધ (Nupur Sharmas protest in Vadodara)વડોદરામાં તેજ બન્યો છે. પ્રથમ રોડ પર પોસ્ટર લગાડવામાં આવ્યા બાદ હવે લોકો એકત્ર થઇને (Protest after Jumma prayers) રેલીનું આયોજન કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે (Vadodara Police) ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.