વડોદરા શહેરને ગરબાનું પાટનગર તરીકે વિશ્વમાં (Navratri Graba Famous in Vadodara) ઓળખવામાં આવે છે. આજે નવરાત્રીનું પહેલું (First Day of Navratri 2022)નોરતું છે. ત્યારે બે વર્ષ બાદ થતા નિયમો વગરના ગરબાને લઇને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તે પહેલા આજે વરસાદે રમઝટ બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે ખેલૈયાઓ નિરાશ (Garba Lovers sad due to rain )થયા છે. ગરબા સંચાલકોમાં ચિંતાનું (Garba Organizers are sad in Vadodara) મોજુ ફરી વળ્યું છે.
પહેલા નોરતે જ વરસાદે રમઝટ કોરોના મહામારીના (Coroa Pandemic 2019) બે વર્ષ બાદ પ્રથમ વખત કોઇ પણ પ્રકારની પાબંધી વગર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને પગલે ગરબા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ આયોજકો દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. પહેલા નવરાત્રી સમયે વરસાદ નહી પડે તેવી આગાહી કરવામાં આવી હતી. જે કે તમામ આગાહી આજે ખોટી ઠરી છે. પહેલા નોરતે જ વરસાદે રમઝટ બોલવી દીધી છે.
ગરબા આયોજકોમાં ચિંતાનું મોજુ વરસાદને પગલે ખેલૈયાઓનો ઉત્સાહ ઓસરે તો નવાઇ હતી. બીજી તરફ વરસાદે ગરબા આયોજકોમાં ચિંતાનું મોજુ ફેરવી દીધું છે. વરસાદને કારણે આયોજકોની તમામ ગણતરીઓ ખોટી પડી શકે છે. વરસાદને લઇને કોઇ સ્પષ્ટ આગાહી સામે આવી નથી.