ETV Bharat / city

ડેન્ગ્યુથી નેશનલ જુડો ચેમ્પિયન ખેલાડીએ ગુમાવ્યો જીવ, વડોદરાની 19 વર્ષીય સાક્ષી રાવલનું મોત - vadodra local news

વડોદરામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ડેન્ગ્યુએ નેશનલ જુડો વિજેતા સાક્ષી રાવલનું મોત થતા તંત્ર દોડતું થયું છે. જોકે આ મામલે સ્વજનોએ હોસ્પિટલના સંચાલકો સહિત તંત્ર સામે આક્ષેપ કર્યા હતા.

ડેન્ગ્યુથી નેશનલ જુડો ચેમ્પિયન ખેલાડીએ ગુમાવ્યો જીવ, વડોદરાની 19 વર્ષીય સાક્ષી રાવલનું મોત

author img

By

Published : Aug 5, 2021, 5:54 PM IST

  • વડોદરામાં આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત
  • 19 વર્ષીય નેશનલ જુડો વિજેતાનું ડેન્ગ્યુથી મોત
  • પરિવારમાં ઘેરાશોકનો માહોલ જોવા મળ્યો

વડોદરા: શહેરમાં વરસાદી મોસમ વચ્ચે ડેંગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં વડોદરાના પૂર્વ વિસ્તાર આજવા રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતી નેશનલ જુડો વિજેતા સાક્ષી રાવલનો ડેંગ્યુએ જીવ લીધો છે. સાક્ષીને ડેન્ગ્યુ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હતી.આ દરમિયાન તેનું મોત નિપજતા સ્વજનોએ હોસ્પિટલના સંચાલકો સામે આક્ષેપ પણ કર્યા હતા. જૂડો ખેલાડી સાક્ષી રાવલના મામા ભાવિનએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના કારણે સાક્ષીનું 4 ઓગસ્ટ બુધવારે રાત્રે અવસાન થયું છે. રવિવારે સવારે તેની તબીયત નાજૂક થતાં ફેમિલી ડોક્ટરના ખાનગી ક્લિનિકમાં લઈ ગયા હતા. જ્યાં તેને દાખલ કરવામાં આવી હતી. ત્યાં તેને ટાઈફોડની સારવાર આપવામાં આવી હતી. જોકે તેને ટાઈફોડ હતો નહીં. ડોક્ટર સંજય દેસાઇને ક્લીનીક બંધ કરવાની ઉતાવળે તેમના દ્વારા હેવી ડોઝના બાટલા ચડાવ્યા હતા. સાક્ષીને જ્યારે ઘરે લાવ્યા ત્યારે તેને ઠંડી, તાવ, ઝાડા ઉલટી અને ચક્કર આવવા માંડ્યા અને ખેંચ આવી ગઈ. આ બાબતે ફરી ડોક્ટર સંજય દેસાઇને વાત કરી તો તેઓએ જણાવ્યું કે મેં તો દવા આપી દીધી છે. હવે આગળ તમારે જે કરવું હોય તે કરો. પરંતુ અત્યાર સુધી તેની દવા ચાલતી હતી. તાત્કાલિક સેવા આપી નહીં. સાક્ષીને ડેન્ગ્યુ હતો અને ટાઇફોઇડની બે દિવસ સારવાર આપવામાં આવી. જેથી સાક્ષીનું મોત નિપજ્યું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા.

ડેન્ગ્યુથી નેશનલ જુડો ચેમ્પિયન ખેલાડીએ ગુમાવ્યો જીવ, વડોદરાની 19 વર્ષીય સાક્ષી રાવલનું મોત

ડેન્ગ્યુની બીમારી હોવા છતાં ટાયફોડની સારવાર કરાતા સાક્ષીનું મોત : કોચ

નેશનલ જુડો ખેલાડી 19 વર્ષીય સાક્ષીના જુડો કોચ જીતેન્દ્ર બારોટે જણાવ્યું હતું કે, સાક્ષી રાવલ માણેકરાવ જુમ્માદાદા વ્યાયામ શાળાની વિદ્યાર્થીની છે. જુડો કુસ્તીમાં તે ખેલ મહાકુંભ સહિત રાજ્ય કક્ષાની ખેલાડી હતી. જેનું મોત થયુ છે, આ ખેલાડીને છેલ્લા ચાર દિવસથી તાવ હતો અને તાવના કારણે તેના પરિવારે ડોક્ટર સંજય દેસાઈ જેનું સંવાદ કોટર્સ પાસે ક્લિનિક આવેલું છે. જ્યાં સારવાર લીધી. પરંતુ ડોક્ટરની નિષ્કાળજી અને જે બીમારી છે. તેની યોગ્ય તપાસના અભાવે કઈ બિમારી છે તે જાણ ન થઈ હતી. સાક્ષીને જ્યારે ડેન્ગ્યુની બિમારી હતી. અને તેમને ટાઇફોઇડની સારવાર આપીને રવાના કરી હતી. ડોકટરે ક્લિનિક બંધ કરવાની ઉતાવળમાં બાટલા ઝડપથી ચઢાવવામાં આવ્યા હતા.

સંગમ હોસ્પિટલ બાદ SSG હોસ્પિટલમાં ખસેડી

સાક્ષી રાવલની તબિયત વધુ લથડતાં તેને સંગમ હોસ્પિટલમાં શીફ્ટ કરી હતી. સંગમ હોસ્પિટલમાં એક રાત રાખવામાં આવી અને ત્યાં પણ તેને કોઈપણ પ્રકારની સારવાર આપવામાં ન આવી હતી. બીજા દિવસે પરિવાર પાસેથી એક જ રાતનું 45 હજાર રૂપિયા બિલ લઈ લીધા પછી કહી દેવામાં આવ્યું કે તમે હવે તેને સયાજી હોસ્પિટલમાં શીફ્ટ કરો આ પછી વેન્ટિલેટરવાળી એમ્બ્યુલન્સમાં તેને સયાજી હોસ્પિટલમાં બુધવારે સવારે 8 વાગ્યે ખસેડવામાં આવી હતી.

ICUમાં શિફ્ટ કરી વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી

સારવાર SSG હોસ્પિટલમાં રીફર કરી ત્યારે સંગમ હોસ્પિટલમાં આવેલી સારવારની ફાઈલ માંગી હતી. આ હોસ્પિટલમાં એક થી દોઢ કલાક આપવામાં આવેલી સારવારની કોઈ ફાઇલ પણ આપવામાં આવી ન હતી. આથી ત્યાંથી ફાઈલ મંગાવી એસેસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ecg કર્યા પછી કહી દેવામાં આવ્યું કે, જીવ નથી રહ્યો ત્યારે સયાજી હોસ્પિટલના ડોક્ટરોના ખૂબ સારા પ્રયત્નોના કારણે એનું હાર્ટ બીટ ચાલુ થઈ અને જીવ આવ્યો. એ પછી એને ICUમાં શિફ્ટ કરી વેન્ટિલેટર પર આખો દિવસ સારવાર આપવામાં આવી હતી. બપોરના 4:00 કલાક પછી ડૉકટરના કહ્યા પ્રમાણે થોડું જ્યુસ આપવામાં આવ્યું હતુ, આ પછી થોડી રિકવરી બાદ રાત્રે સાક્ષીનું નિધન થયું હતુ.

આ પણ વાંચો: પંજાબમાં 'કેપ્ટન'ના મુખ્ય સલાહકાર પ્રશાંત કિશોરે આપ્યું રાજીનામું, કહ્યું- જોઈએ છે બ્રેક

ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી હોવાના આક્ષેપો

આ સમગ્ર બાબતમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં વધુ સારવાર આપ્યા પછી સ્પષ્ટ થયું કે સાક્ષીને ડેન્ગ્યુની બિમારી હતી. જ્યારે ડેન્ગ્યુની સારવાર આપવામાં આવી ત્યાં સુધી ખુબ મોડું થઇ ગયું હતું. રાત્રે 11 વાગ્યાની આસપાસ સાક્ષીએ અંતિમ શ્વાસ લીધો હતો.

નેશનલ જુડો અને માર્શલ આર્ટ વિજેતા ખેલાડી સાક્ષી રાવલનું મોત

નોંધનીય છે કે, સાક્ષી બી.કોમમાં અભ્યાસ કરવાની સાથે 2012, 2013, 2015, 2017 અને 2019 માં ચેમ્પિયન બની હતી. બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો હતો. નેશનલ જુડો અને (માર્શલ આર્ટ) કુરાશ વિજેતા ખેલાડી સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે નિધન થતા પરિવાર સહિત સાથી ખેલાડીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.