વડોદરાની MS University સત્તાધીશોએ બનાવેલા રિપોર્ટમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે વર્ષ 2015-16માં યુનિવર્સિટીને 22 ફંડિંગ એજન્સી દ્વારા 45 રિસર્ચ પ્રોજેક્ટ માટે 29.97 કરોડ રૂપિયા ગ્રાંટ મળી હતી. જયારે વર્ષ 2016-17માં 56 રિસર્ચ પ્રોજેક્ટ માટે 30 ફન્ડિંગ એજન્સીઓ દ્વારા 26.49 કરોડ રૂપિયાની ગ્રાંટ મળી હતી.
વર્ષ 2017-18માં યુનિવર્સિટીને અત્યાર સુધીમાં સૌથી વધારે 46 રિસર્ચ પ્રોજેક્ટ માટે 26 ફંડિંગ એજન્સીઓ દ્વારા 48.22 કરોડ રૂપિયા ગ્રાંટ મળી હતી. આમ યુનિવર્સિટીને 3 વર્ષમાં મળેલી ગ્રાન્ટની રકમ 104.66 કરોડ રૂપિયા સુધી પહોંચી રીર્સચ ગ્રાન્ટમાં વધારો થયો છે.