વડોદરા - વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હેડ ઓફિસ (MSU Fine Arts Faculty Controversy) ખાતે બે દિવસ અગાઉ ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં બનેલી ઘટનાના વિરોધમાં ABVP દ્વારા હેડ ઓફિસ ખાતે આજે રામધૂનનો વિરોધ કાર્યક્રમ (MSU Fine Arts Faculty Controversy) આયોજિત કરવામાં આવ્યો હતો. વડોદરા ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં દેવીદેવતાઓના ચિત્ર પ્રદર્શન મામલામાં એબીવીપીએ વિરોધ કર્યો હતો. એમ એસ યુનિવર્સિટી સત્તાધીશોએ યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના રોષ સાથે ABVP એ કચેરી(M S University Vadodara Office) માથે લીધી હતી. હેડ ઓફિસના દરવાજા પછાડી ભારે હંગામો (Vadodara ABVP Protest )મચાવીને કુલપતિ રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યાં હતાં.વડોદરા પોલીસે (Vadodara Police)મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ વડોદરા ફાઈન આર્ટ ફેકલ્ટીમાં શિક્ષક દિન નિમિતે શિક્ષકો પ્રત્યે આભારની લાગણી દર્શાવવા અનોખું પ્રદર્શન યોજાયું
ફાઈન આર્ટસ ફેક્લ્ટીનો વિવાદ - બે દિવસ અગાઉ જે ચિત્ર પ્રદર્શન (Exhibition of indecent pictures of gods and goddesses)કરવામાં આવ્યું હતું તેમાં કેટલાક ચિત્રો ધાર્મિક લાગણીઓ (MSU Fine Arts Faculty Controversy) દુભાય તેવા હતાં. જેને લઈને abvp એ તે દિવસે માંગ કરી હતી કે આમાં સંડોવાયેલા તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જોકે કોઈ જ કાર્યવાહી નહીં થતા abvp દ્વારા આજે આ મામલે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસીને રજૂઆત કરવા પહોચ્યાં હતાં. પરંતુ વીસી નહીં આવતા વિદ્યાર્થીઓ રામધૂન કરી હેડ ઓફિસની (Vadodara ABVP Protest) બહાર બેસી ગયાં હતાં. દરમિયાન પોલીસ દોડી આવી હતી અને abvp ના વિદ્યાર્થીઓને ત્યાંથી દૂર કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ ઉશ્કેરાઇ ગયાં હતાં. પોલીસે એક પછી એક કાર્યકરોને પોલીસ વાહનમાં બેસાડતા વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોલીસ વાહન આગળ સૂઈ ગયાં હતાં.
આ પણ વાંચોઃ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શરૂ કરાયેલો સાઇકલીંગ પ્રોજેક્ટનો ફિયાસ્કો
ધક્કામુક્કી સર્જાઇ - એક તબક્કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કીની ઘટના બનતા (Vadodara ABVP Protest)દોડધામ મચી હતી. દરમિયાન સયાજીગંજ, ગોત્રી, ક્રાઇમ બ્રાન્ચ, મકરપુરા, સહિતના પોલીસ સ્ટેશનોના કાફલાને બોલાવી દેવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે 15 કરતા વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આ ઘટના બાદ સમગ્ર યુનિવર્સિટી હેડ ઓફિસ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.