ડભોઈ: કોરોના મહામારી દરમિયાન રોજગાર ધંધા બંધ થવાથી તસ્કરીઓનુંં પ્રમાણ વધી રહ્યુ છે. ડભોઈનાં મોટા હબીપુરા ગામે એક મકાનમાં રાત્રીના સમયે જાણભેદુ ઇસમો ઘુસ્યા હતા, તેમણે મકાનમાં પ્રવેશ કરી, કબાટની ચાવીઓ લઈ રૂ.7 લાખ 12 હજાર 100ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અહીં રહેતા નીતિનભાઈ જયંતીભાઈ પટેલના મકાનના દરવાજાની લોખંડની જાળીના નકુચા તોડી તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા. આ તસ્કરો કોઈ જાણભેદુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ જાણભેદુ તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટની ચાવીઓ લઈ સોનાની એક વીંટી, ચેઈન, રુદ્રાક્ષના મણકા જડિત સોનાની કંઠી, લકી, લોકેટ સહિત કુલ 125 ગ્રામના સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. 5 લાખ 32 હજાર 500ની ચોરી કરી હતી.
આવો જ એક ચોરીનો બીજો બનાવ બન્યો હતો. જેમાં દાગીનામાંં મંગળસૂત્ર, વીંટી, પગના છડા, કેડનો ઝુડો અને ઝાંઝરીની ચોરી કરી ચોર ફરાર થયા હતા, જેનું કુલ વજન 615 ગ્રામ અને તેની કિંમત રૂ. 24 હજાર 600 તેમજ રોકડ રકમ રૂ. 1 લાખ 25 હજાર મળી કુલ રૂ. 7 લાખ 12 હજાર 100ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગેની નીતિનભાઈ પટેલ દ્વારા ડભોઈ પોલીસ મથકે ફરીયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથધરી તસ્કરોનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.