- AAPનો ખેસ કોંગ્રેસ અને RSPના 50થી વધુ કાર્યકર્તાએ પહેર્યો
- પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
- RSP પાર્ટીના પૂર્વ કોર્પોરેટર પણ AAPમાં જોડાયા
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPએ અમદાવાદ અને સુરતમાં સીટોના શ્રી ગણેશ કર્યા હતા. વડોદરામાં AAPએ એક પણ સીટો મેળવી ન હતી, પરંતુ જ્યારે આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 07 સીટો મેળવી હતી. કોંગ્રેસ વિપક્ષમાં બેસવા લાયક પણ સીટો મેળવી શકી ન હતી. બુધવારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલ સહિત 50થી વધુ કાર્યકર્તાઓએ AAPનો ખેસ પહેર્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનું મહાસંમેલન યોજાયું
કોંગ્રેસના કાર્યકર્તાઓ AAPમાં જોડાઇ શકે તેવી શકયતા
AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં અન્ય કાર્યકર્તાઓ AAPમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટ અતુલ પટેલનું રાજીનામું પડતા કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે કે, અન્ય નેતાઓ પણ AAPમાં ન જોડાય જાય અને તે માટે શહેર કોંગ્રેસ પ્રમુખ નજર રાખી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પણ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસમાંથી જીતતા ચિરાગ ઝવેરી ભાજપમાં જવાની વાતથી કોંગ્રેસના નેતાઓ ચિંતામાં મુકાઈ ગયા હતા પણ તેઓ ભાજપમાં જવાની વાતથી ભાજપમાં વિવાદ શરૂ થતા તેઓ ભાજપમાં જોડાઈ શક્યા ન હતા.
આ પણ વાંચો: સુરતમાં આમ આદમી પાર્ટીએ નવનિયુક્ત મેયરનો ઘેરાવ કર્યો
ઈમાનદાર કાર્યકર્તાઓની શોધ AAP કરી રહી છે
બુધવારે AAPમાં 50થી વધુ કાર્યકર્તાઓ જોડાતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે કહ્યું હતું કે, તેઓ AAPમાં જોડાઈ નિ:સ્વાર્થ ભાવે લોક સેવામાં જોડાશે. કેજરીવાલની નીતિને ગુજરાતમાં લાવી લોકોની સમસ્યા હલ કરવા તેઓ હંમેશા કાર્યરત રહેશે. ગોપાલ ઇટલીયાએ કહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ગુજરાતમાં ઈમાનદાર નેતાઓના સંપર્ક કરી રહ્યા છે અને તેમને AAPમાં જોડાઈ AAPને મજબૂત કરી રાજ્યમાં કામ કરનારી ઈમાનદાર અને શિક્ષિત રાજનીતિ કરતી સરકાર બનાવવા માંગે છે.