વડોદરા : મધ્યગુજરાત વીજ કંપની લીના ઈજનેર ટેક્નિકલ અને નોન ટેક્નિકલના મોટાભાગના કર્મચારીઓ અને અધિકારીઓના સ્પર્શતા પ્રાણ પ્રશ્નોના નિવારણ માટે જી.ઈ.બી.એ અને એજી.વીકી.એસ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી MGVCL વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું નથી. જો વહીવટી તંત્ર આ પ્રાણપ્રશ્નોનો નિકાલ નહીં લાવે તો આગામી 1 જુલાઈના રોજ આંદોલન કરશે.
![વડોદરાના MGVCLના ચીફ એન્જિનિયર્સ સહિત 3500થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7847682_hgfhgfhgf.jpg)
જેના માટે કર્મચારીઓ અને અધિકારીઓ MGVCLની મુખ્ય કચેરીએ આવી MGVCLએલના વહીવટી તંત્રની વિરુદ્ધ વિરોધ પ્રગટ કર્યો હતો. MGVCLના ત્રણ યુનિયન દ્વારા બુધવારે માસ સીએલ પર ઊતરી સ્ટ્રાઈક પાડવામાં આવી હતી. માસ સીએલના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ યુનિયનના હોદેદારોએ ગાંધીનગરમાં ઉર્જા પ્રધાન અને ગૃહપ્રધાન સાથે કરેલી મિટિંગમાં પણ કોઈ નિરાકારણ આવ્યું ન હતું.
MGVCLના કર્મચારીઓના પડતર પશ્રનનો મુદ્દે અત્રિ ગુજરાત વિધુત કામદાર મંથ, જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન અને સુપરવાઇઝરી સ્ટાફ એસોસિએશન દ્વારા 1 જુલાઈથી માસ સી.એલનો વિરોધાત્મક કાર્યક્રમ યોજ્યો હતો. ગુજરાત ઊર્જા સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા માસ સીએલનો કાર્યક્રમ યથાવત રાખ્યો હતો.
MGVCLના ચીફ એન્જિનિયર્સ સહિત 3500થી વધુ કર્મચારીઓ બુધવારે હડતાલ પર ઉતર્યા હતા. સ્ટ્રાઈક દરમિયાન MGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ રેસકોર્સની કૉર્પોરેટ ઑફિસ ,ડિવિઝનલ તથા સર્કલ કચેરી ખાતે ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.