- શિયાળાની મોસમમાં હ્રદય હુમલાના કેસમાં થાય છે વધારો
- ઠંડીમાં હ્રદય હુમલાની શક્યતા વધે છે જાણો કેમ..?
- શિયાળાની મોસમમાં લોહીની નળીઓ સંકોચાઈ છે
વડોદરાઃ શિયાળાની મોસમ ઠંડીનો ચમકારો વધે છે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. શિયાળાની મોસમમાં હ્રદય હુમલા પણ વધે છે બાયોલોજીકલ રીઝનની વાત કરીએ તો લોહીની નળીઓ સંકોચાઈ છે હ્રદયને ડબલ જોરથીે કામ કરવું પડે છે. બ્લડ પ્રેશર વધે એના કારણે હ્રદય હુમલાના કેસમાં વધારો થાય છે.
ખાવાપીવામાં શું ધ્યાન રાખવું..?
હ્રદય રોગના હુમલાથી બચવા સૌપ્રથમ તો ફાસ્ટ ફૂડ અને હાઈ કેલરી ફૂડ લેવાના ટાળવા જોઈએ. બટાકાની ચિપ્સ ખાવી ન જોઈએ નહિ, માત્ર ને માત્ર લીલા શાકભાજી અને ફ્રુટનું સેવન કરવું જોઈએ. એનાથી શક્તિ આવશે અને કેલરી ઓછી કન્ઝ્યુમ થશે. શરીરનું વજન છે એ કાબુમાં રાખવું જોઇએ. વધારે વજન પણ હ્રદય હુમલાનું કારણ છે. માનસિક તણાવને પણ કાબૂમાં રાખવું જોઈએ, નશા યુક્ત ટોબેકો અને આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ.