ETV Bharat / city

વડોદરામાં રાજીવનગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન તૈયાર કરાયો - વડોદરા મહાનગરપાલિકા

વડોદરાના સામાજિક વનીકરણ વિભાગે મહાનગરપાલિકાના સહયોગથી રાજીવ નગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન એડલે કે છત ઉદ્યાનનો ઉછેર શરૂ કર્યો છે. હવે સયાજીબાગ નર્સરીમાં 25 ડ્રમ્સની મદદથી રૂફ ટોપ ગાર્ડનનું મોડલ તૈયાર કરાશે.

વડોદરામાં રાજીવનગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન તૈયાર કરાયો

author img

By

Published : Jun 9, 2021, 6:59 PM IST

  • રાજીવનગર STPના બીજા માળે રૂફ ટોપ ગાર્ડન તૈયાર કરાયો
  • સામાજિક વનીકરણ વિભાગ અને મહાનગરપાલિકાનો રહ્યો સહયોગ
  • સયાજીબાગ નર્સરી 25 ડ્રમ્સની મદદથી રૂફ ટોપ ગાર્ડન તૈયાર
  • ઓક્સિજન આપવાની સાથે કુદરતી એસીની ગરજ સારે

વડોદરા: કોરોના કટોકટીમાં ઓક્સિજન એટલે કે, પ્રાણવાયુંનું મહત્વ આપણને સમજાયું છે અને દરેકને પોતાનો એક ઓક્સિજન પ્લાન્ટ હોય તો કેવું સારું, એવી લાગણી થઇ રહી છે. જોકે, તમે ધારો તો પોતાની માલિકીનો ઓક્સિજન પ્લાન્ટ તમારા ઘરમાં, સાવ નજીવા ખર્ચે લગાવી શકો છો, હા થોડી મહેનત અવશ્ય કરવી પડશે.

વડોદરામાં રાજીવનગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન તૈયાર કરાયો

આ પણ વાંચો: વડોદરામાં રસીકરણ ઘટતા કોર્પોરેશન દ્વારા રીક્ષા ચાલકો અને વેપારીઓનું કરાઈ રહ્યું છે રજિસ્ટ્રેશન

છત ઉદ્યાન ઉછેરવાની ભલામણ કરાઈ

વડોદરા વન વિભાગનો સામાજિક વનીકરણ વિભાગ પોતાના ઘરમાં પોતાના ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવા માટે ઘરની છતની ખાલી જગ્યામાં પ્લાસ્ટિકના ડ્રમની મદદથી 5, 10 કે 15 છોડવા/ ઝાડનો રૂફ ટોપ ગાર્ડન એટલે કે, છત ઉદ્યાન ઉછેરવાની ભલામણ કરે છે, જે વિપુલ ઓક્સિજન આપવાની સાથે કુદરતી એસીની ગરજ સારશે અને ઘરને પ્રમાણમાં ઠંડુ રાખશે. હા,ઘરની છતની મજબૂતી પ્રમાણે છોડની સંખ્યા રાખવી જરૂરી છે. ઘરના આંગણે લીલોતરીનો ઉછેર લગભગ સહુને ગમે છે, પરંતુ, માત્ર શહેરમાં નહીં પણ હવે તો ગામડાઓમાં પણ ઘરના વાડા કે, આંગણા બચ્યા નથી, ત્યારે રૂફ ટોપ ગાર્ડન ઘરને લીલોતરીથી સમૃદ્ધ અને સુંદર કરવાનો સારો વિકલ્પ બની શકે છે.

STPના બીજા માળની છત પર રૂફ ગાર્ડન કરાયો તૈયાર

રૂફ ટોપ ગાર્ડનમાં શાકભાજી, વેલા, ફૂલછોડ કે ફળાઉ વૃક્ષો ઉછેરી શકાય એવી જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, અમે વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી, લોક માર્ગદર્શન માટેના મોડેલ રૂપે રાજીવનગર STPના મકાનના બીજા માળની છત પર છત ઉદ્યાન ઉછેરી રહ્યાં છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મોડેલ નિહાળ્યું હતું અને લીંબુનો છોડ વાવ્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદન

25 ડ્રમની મદદથી રૂફ ટોપ ગાર્ડનનું મોડલ કરાશે તૈયાર

વડોદરા શહેરના લોકો વધુ સહેલાઇથી આ વિભાવના સમજી અને અપનાવી શકે તે માટે સયાજીબાગમાં આવેલી અમારા વિભાગની નર્સરીમાં લગભગ 25 ડ્રમનું રૂફ ટોપ ગાર્ડન મોડેલ ઉછેરવાનું વિચાર્યું છે. છત બગીચા માટે છતની મજબૂતાઇ પ્રમાણે કુંડાને બદલે 25થી 200 લિટરના પ્લાસ્ટિકના ડ્રમ ઉપયોગમાં લેવાની ભલામણ છે. આ ડ્રમમાં વર્મીકંપોસ્ટ અને માટી અથવા વજન હલકું રહે તે માટે કોકોપીટ ભરી તેમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ, શાકભાજી, શતાવરી, ડોડી જીવંતિકા અને ગળોના વેલા કે સરગવો, જામફળ, ચીકુ, સીતાફળ જેવા ફળાઉ વૃક્ષો ઉછેરી શકાય.

પર્યાવરણમાં યોગદાન આપી શકાય

હવે બાગાયતકારોએ વૃક્ષના કદ નાના રહે એવી ચીકુ, મોસંબી, દાડમ, લીંબુ, નારંગી, સીતાફળની ડ્રાફ્ટ વરાયટી એટલે કે કદમાં વૃક્ષ વામન રહે એવી પ્રજાતિઓ વિકસાવી છે. ઓદુંબર, જાસૂદ, ચંપા, ચમેલી, પારિજાત, શેતુર, જામફળ, તુલસી, અશ્વગંધા, સર્પગંધા જેવું વિવિધતાસભર વાવેતર છત બગીચામાં થઈ શકે છે. તેના કારણે પક્ષીઓ અને પતંગિયા ઘરના મહેમાન બને છે. ઘરની સુંદરતાને હરિયાળો ઓપ મળે છે. વાતાવરણ પ્રમાણમાં ઠંડુ રહે છે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય છે. જેમાં છોડ વાવો એવા ડ્રમના તળિયે પાણીના નિતાર માટે બે ત્રણ કાણાં રાખવા અને નીતરતું પાણી ભેગું કરવા નાનું વાસણ રાખવાની ભલામણ કરવામાં આવે છે. છત ઉદ્યાનની જેમ પોલીથીનની મોટા કદની કોથળીઓમાં મુખ્યત્વે શાકભાજી અને ફૂલ છોડનો ગની બેગ ગાર્ડન ઉછેરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.