- વડોદરા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સાયકલ ચલાવી
- ગૃહ રાજ્યપ્રધાન બન્યા પછી પહેલી વખત હર્ષ સંઘવી વડોદરા આવ્યા
- શહેર પોલીસે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ યોજી રેલી
- ગૃહરાજ્યપ્રધાને દેશપ્રેમ અને વ્યાયામ પ્રોત્સાહક સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવી
- ગૃહ રાજ્યપ્રધાને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો
વડોદરાઃ શહેરમાં અમૃત મહોત્સવના ભાગરૂપે પોલીસે સાઈકલ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ જોડાયા હતા. જોકે, ગૃહ રાજ્યમંત્રી બન્યા પછી હર્ષ સંઘવી પહેલી વખત વડોદરા આવ્યા હતા. અહીં તેમણે દેશપ્રેમ અને વ્યાયામ પ્રોત્સાહક સાઈકલ રેલીને પ્રસ્થાન કરાવી હતી. સાથે જ તેમણે રેલીમાં ભાગ પણ લીધો હતો.
આ પણ વાંચો- 'જન આશીર્વાદ' લેવા નીકળેલા પ્રધાનનો ગામલોકોએ કર્યો ભારે વિરોધ, રૂટ બદલવો પડ્યો
ગૃહ રાજ્યપ્રધાને કોરોના ન ફેલાય તે રીતે નવરાત્રિમાં ગરબા કરવાનો અનુરોધ કર્યો
ગૃહ રાજ્યપ્રધાન એ વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ અને વ્યાયામપ્રેમીઓ સાથે શહેરના રાજમાર્ગો પર સાઈકલ રેલીમાં ભાગ લીધો હતો. આ સાથે જ લોકોને આઝાદી અમૃત પર્વની ઊજવણીમાં ઉત્સાહભેર જોડાવા અને વ્યાયામપ્રેમી બનવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે સાઈકલિંગ વખતે સુરક્ષાની લેવા યોગ્ય કાળજીનો સંદેશ આપ્યો હતો. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિક તરીકે સૌની સાથે મળીને કોવિડ સુરક્ષિત નવરાત્રિ ઉજવીએ તેવો અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો- વડોદરામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા,કેન્દ્રીય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યાં
કોરોના સામેની લડાઈ આપણે જીતવાની છેઃ ગૃહરાજ્ય પ્રધાન
ગુજરાત પોલીસ આવા વિવિધ કાર્યક્રમો યોજીને આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં રાજ્યની લોક શક્તિને જોડશે. તેમણે કોવિડ અટકાવતી તમામ તકેદારીઓ પાળીને, સુરક્ષિત નવરાત્રિ ઉજવીએ. આ રોગ સામેનો જંગ સૌ સાથે મળીને જીતીએ એવી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ તમામ પ્રકારે લોકસુરક્ષા જાળવવા માટે સંકલ્પબદ્ધ છે.