વડોદરા: જિલ્લા પંચાયતનું રાજકારણ પ્રમુખ ઈલાબેન ચૌહાણના રાજીનામા ને લઈ ગરમાયુ છે. આજે પ્રમુખ ઈલાબેન ચૌહાણના જન્મ દિવસને લઈને સભા હોટલમાં યોજાઈ હતી.આ સભામાં પ્રમુખ ઇલાબેન ચૌહાણ સાથે ઉપપ્રમુખ મુબારક પટેલ, ડીડીઓ કિરણ ઝવેરી સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા.
![વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા વૈભવી હોટેલમાં યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:57:53:1600946873_gj-vdr-rural-02-vadodara-jillapanchayatsabha-vivaad-fullpackej-gj10042_24092020164410_2409f_1600946050_526.jpg)
આ સભાની શરૂઆતમાં વિવિધ વિભાગો દ્વારા પોતાના પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. ભાયલી, ઉંડેરાના સભ્યોને ન સમાવવાના મુદ્દા સાથે જ સભાની શરૂઆત થઈ હતી. જોકે પ્રમુખે આ અંગે હજી સુધી કોઈ અભિપ્રાય ન હોય સભ્યોને સભામાં સમાવવામાં આવ્યા હતા. દરમિયાન પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલે ડીડીઓ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત મૂકતા વિવાદ થયો હતો.
![વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા વૈભવી હોટેલમાં યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:57:54:1600946874_gj-vdr-rural-02-vadodara-jillapanchayatsabha-vivaad-fullpackej-gj10042_24092020164410_2409f_1600946050_281.jpg)
જિલ્લા પંચાયતના પ્રમુખના જન્મદિને સભા મળી હતી. સારા વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉપપ્રમુખ મુબારક પટેલના પ્રયાસને પગલે ઘનશ્યામ પટેલે દરખાસ્ત પરત લીધી હતી.આજની સભા આમતો જિલ્લા પંચાયતની આખરી સભા હશે.પરંતુ આ સભામાં અંદાજપત્ર ના સુધારાના કામ ને લઈ પાછો વિવાદ થયો હતો. વિપક્ષના સભ્યો આ મુદ્દે સામસામે આવી ગયા હતા. જોકે વિવાદ થતા કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. ઉપપ્રમુખ મુબારક પટેલે પ્રમુખનો જન્મદિવસ ને લઈ વિવાદ સાથે સભા પૂર્ણ ન થાય તેવા પ્રયાસ કર્યા હતા.
![વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા વૈભવી હોટેલમાં યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:57:55:1600946875_gj-vdr-rural-02-vadodara-jillapanchayatsabha-vivaad-fullpackej-gj10042_24092020164410_2409f_1600946050_613.jpg)
પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની રજૂઆત કરવામાં આવી છે. પરિણામ આવનારા સમયમાં જોવા મળશે તેમ જણાવ્યું હતું.જ્યારે ડીડીઓ કિરણ ઝવેરીએ ઠપકા દરખાસ્ત મુદ્દે કહ્યું હતું કે, અમારા તમામ વિભાગો કામ કરે છે એટલે આવી પ્રેસર ટેકનિકની કોઈ અસર નહીં થાય. જિલ્લા પંચાયત પ્રમુખના જન્મદિવસના દિવસે મળેલી સામાન્ય સભા સારી રીતે પૂર્ણ થતા રાહત અનુભવી હતી.અંદાજપત્રના કામને વિવાદના કારણે મુલતવ્યું હોવાનું જણાવી અવિશ્વાસની દરખાસ્ત અંગે તારીખો જાહેર કરવાની પણ વાત કરી હતી.
નીતિ વિષયક નિર્ણય લેવા અંગે આ સામાન્ય સભા મળી હતી. કોરોના મહામારી નિયંત્રણ માટેના બજેટ અને ખર્ચ સહિતની વિગતો તેમજ પ્રજા અંગેની રજૂઆત ને લઈ સભામાં ગરમાવો આવ્યો હતો. જ્યારે આ સભામાં કેટલાક સભ્યોએ વોકઆઉટ પણ કર્યું હતું.