વડોદરાઃ શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના ગુમાવી દેનારા ગોધરાના એક કિશોરને સાડા ચાર માસ સુધી વેન્ટીલેટર ઉપર રાખીને વડોદરાની સર સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગે (SSG Hospital Pediatrics Department) નવજીવન બક્ષ્યું છે. આ કિશોર કોમા જેવી સ્થિતિમાં હોવા છતાં હોસ્પિટલના તબીબો તથા પરિવારજનોની મહેનતના પરિણામે મેડિકલ મિરેકલ (Medical Miracle At SSG Hospital) સર્જાયો છે.
10 દિવસમાં ખાનગી હોસ્પિટલમાં થયો 12 લાખનો ખર્ચ
ગોધરા ખાતે વેજલપુર રોડ ખાતે રહેતા અને લાકડાના વેપાર સાથે સંકળાયેલા મધ્યમવર્ગીય વસીમભાઇ પટેલનો 11 વર્ષનો પુત્ર આસીમ ધોરણ 6માં અભ્યાસ કરે છે. ગત ઓગસ્ટ માસમાં તાવ આવવાની સાથે શરીરમાં અસહ્ય ખેંચ આવવા લાગી. સામાન્ય રીતે મગજના તાવ તરીકે ઓળખીએ છીએ એ પ્રકારની બીમારીથી આસીમના શરીરના સ્નાયુ અને ચેતનાતંત્ર કામ કરતા બંધ થઇ ગયા. આસીમને તત્કાલ વડોદરાની એક નામી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં તેને દસેક દિવસ સુધી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યો. આ દસ દિવસની સારવારમાં રૂ. બારેક લાખનો ખર્ચ આવ્યો. આથી આર્થિક રીતે નંખાઇ ગયા એટલે આસીમને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
દર્દીની અનેકવિધ તપાસથી સાચી સમસ્યા પકડવામાં આવી
આસીમને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ બાળરોગ વિભાગના (SSG Hospital Pediatrics Department) હેડ ડો. શીલા અય્યરે વેન્ટીલેટર ઉપર રાખવાની સાથે બિમારીનું કારણ અને મારણ શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યા. સેરીબ્રોસ્પાઇનલ ફ્લ્યુઇડ એક્ઝામિનેશન, વાયરઇ ટ્રીટ્રેસ, બ્લડ, એમઆરઆઇ, ઇઇજી સહિતના પ્રકારો-તબીબી ઉપકરણોથી આસીમની તપાસ કરવામાં આવી પણ, આવી બિમારી થવાનું કારણ જાણી શકાયું નહીં અને તેને પોસ્ટ વાયરલ એન્કેફિલોમાઇટીસ (Post viral encephalitis condition) હોવાનું તારણ નીકળ્યું. પોસ્ટ વાયરલ એન્કેફિલોમાઇટીસમાં એવું થાય છે કે, શરીરમાં કોઇ વાયરસ દાખલ થાય ત્યારે રોગપ્રતિકાર શક્તિ એમની સામે લડે છે. આ લડત લાંબી ચાલે એટલે ઇમ્યુન સિસ્ટમના સેલ મગજના તુંદરસ્ત કોષો સાથે પણ ભૂલભૂલમાં લડી લે છે. તેના કારણે શરીર ઉપર નિયંત્રણ રાખવાની મજ્જાતંત્રની જરૂરી કામગીરી ખોરવાઇ જાય છે. એથી શરીરમાં ખેંચ આવવા લાગે છે. શરીર ચેતના જ ગુમાવી દે છે.
એસએસજીમાં લાવ્યાં ત્યારે બીજો વિકલ્પ ન હતો
આસીમને એસએસજીમાં લાવવામાં આવ્યો ત્યારે તેની પણ સ્થિતિ આવી જ હતી. બીજા શબ્દોમાં કહીએ તો કોમાના પેશન્ટ જેવી માંદગી હતી. વેન્ટીલેટર પર રાખવાની સાથે એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી. તેના મધ્યપટ (ડાયફ્રેમ) અને શ્વસનતંત્રના સ્નાયુઓ બહુ જ નબળા પડી ગયા હતા અને તેના કારણે તે પોતે શ્વાસ પણ લઇ શકતો નહોતો. એટલે વેન્ટીલેટર સિવાય બીજો કોઇ વિકલ્પ જ નહોતો. લાંબા સમય સુધી વેન્ટીલેટર ઉપર રાખવાના કારણથી ન્યુમોનિયા, ફંગલ ઇન્ફેક્શન, યુરિનલ ઇન્ફેક્શન જેવા કોમ્પ્લીકેશન પણ ઉભા થયા. સાથે, તેની પણ સારવાર કરવામાં આવી. ચેતનાતંત્ર કામ ન કરતું હોવા છતાં, આટલા દર્દો સામે આરીફે લડત આપી. દરમિયાન, તેને નળી વડે જ જમાડાતો હતો. સતત મશીનના સહારે જીવન ચાલતું હોવાથી ઉદર પટલની સમસ્યા ઉભી થઇ રહી હતી.જોકે એસએસજી હોસ્પિટલના તબીબો, નર્સીસ કે ન તો આસીમના પિતા, દાદીએ હિંમત હારી.
અને આસીમ મોતને અડીને પાછો આવ્યો
થોડા દિવસો પહેલા આશાની કિરણ જાગ્યું. આરીફે તેનું મજ્જાતંત્ર તથા ચેતનાતંત્ર કામ કરતું હોવાના ચિહ્નરૂપે શરીરમાં હલનચલન શરૂ કર્યું. તેની સાથે તેમને દિવસ દરમિયાન વેન્ટીલેટર ઉપરથી થોડો થોડો સમય ખસેડી રૂમના વાતાવરણમાં રાખવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો. એમાં સફળતા મળી. આજે તે પોતાની રીતે જ શ્વાસ લેવા માટે સક્ષમ થઇ જતા વેન્ટીલેટરમાંથી સંપૂર્ણ બહાર (Medical Miracle At SSG Hospital) આવી ગયો છે અને વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
મજ્જાતંત્રની બીમારીથી બહાર આવવું મોટો પડકાર
SSG Hospital Pediatrics Department ના તબીબ કહે છે કે 33 વર્ષની કારકીર્દિમાં આવો કેસ ક્યારેય હેન્ડલ કર્યો નથી. મજ્જાતંત્રની બહુવિધ બિમારી અને લાંબા સમય સુધી આવી સ્થિતિમાંથી દર્દી રિકવર થાય એવો કિસ્સો અમારામાંથી પણ કોઇએ જોયો નથી. આ કિશોરને ઇન્ડોર પેશન્ટ તરીકે છએક માસ થયા છે. તેમાંથી તે સાડા ચાર માસ તો વેન્ટીલેટર ઉપર રહ્યો છે. સારી વાત તો છે કે, તેણે યાદશક્તિ બિલ્કુલ ગુમાવી નથી. તે તેમના પરિવારજનોને સારી રીતે ઓળખી લે છે. પ્રશ્નનો સંકેતથી પ્રત્યુત્તર આપે છે. પરિવારે જણાવ્યું કે અમારા માટે આ મિરેકલ જ છે. હાલમાં દવાની સાથે કસરત કરાવવામાં આવે છે એસએસજી હોસ્પિટલના તબીબોએ સેવા કરી છે. ખાનગી હોસ્પિટલમાં 10 દિવસની સારવારનો ખર્ચ રૂ. 12 લાખ આવ્યો છે. અમે જો આટલી લાંબી સારવાર બહાર કરાવી હોત તો અડધા કરોડનો ખર્ચ થઇ ગયો હોત. રાજ્ય સરકારે આવા દવાખાના બનાવી દર્દીઓ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.
આ પણ વાંચોઃ Vadodara Health Department Preparation: ઓમિક્રોનને ધ્યાનમાં રાખી બાળ રોગ વિભાગમાં સ્પેશિયલ વોર્ડ શરૂ