ETV Bharat / city

Video : મગરે 2 કલાક સુધી યુવક સાથે 'રમી મોતની રમત' - Vadodara vishwamitri River

વડોદરામાંથી મગરના વાવડ (Crocodile in Vadodara) સામે આવે એ નવાઈની વાત નથી. પણ આ વખતે એક એવા સમાચાર સામે આવ્યા છે જે દરેકનું હૈયું હચમચાવી નાંખે એમ (Man Stuck in Crocodile Panic) છે. વડોદરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મગરે એક માણસને બે કલાક સુધી ચૂંથ્યો છે. આખરે મગરના ઝનૂન સામે માણસજીવ હારી ગયો. જોઈએ એક અહેવાલ.

2 કલાક સુધી મગરે માણસને રગદોડ્યો, વીડિયો જોઈ સિસકારા બોલી જશે

author img

By

Published : Aug 7, 2022, 6:49 PM IST

Updated : Aug 7, 2022, 7:19 PM IST

વડોદરા: વડોદરા પાસે આવેલી વિશ્વામિત્રી નદીને મગરનું રહેઠાણ (Crocodile in Vadodara) માનવામાં આવે છે. શહેરના વિસ્તારમાંથી અનેક વખત એવા સમાચાર આવ્યા છે કે, જેમાં મગર લોકોના ઘર સુધી પહોંચી ગયો હોય. પણ લટાર મારવાની જગ્યાએ આ વખતે મગર માણસના લોહીનો પ્યાસી બન્યો છે. મગરે એક યુવાનનો ભોગ (Man Stuck in Crocodile Panic) લીધો છે. આ ઘટના સામે આવતા સમગ્ર વડોદરામાં ચકચાર મચી ગઈ છે. આ અંગેનો એક વીડિયો (Crocodile Panic video From Vadodara) પણ સામે આવ્યો છે. જેને જોતા ભલભલા કઠોર દિલના વ્યક્તિનું હૈયું હચમચી જાય એમ છે.

આ પણ વાંચો: પરીવારના પાપે માસૂમ બાળકી બની અંધશ્રદ્ધાનો ભોગ

બે કલાક બાનમાં: વડોદરામાંથી સામે આવેલા આ કિસ્સામાં મગરે એક માણસને બે કલાક સુધી પોતાના બાનમાં જકડી રાખ્યો હતો. એટલું જ નહીં માણસને એક માટીના રમકડાની જેમ ચૂંથી નાંખ્યો હતો. મગર સામેની લડાઈમાં આખરે માણસ હારી ગયો છે. તેમ છતા એના મૃતદેહ સાથે મગરે જાણે યુદ્ધ કરતા હોય એવા બથોડા લીધા હતા. આખરે આ લડાઈમાં માણસના શ્વાસ એના આયુષ્ય પહેલા જ પૂરા થઈ ગયા છે. વડોદરા નજીક પાદરા ગામનો એક યુવાન ઢાઢર નદીમાં મગરની પકડમાં આવી ગયો હતો. જેનું નામ ઇમરાન દિવાન જાણવા મળ્યું છે.

મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા: આ 30 વર્ષીય આ યુવાન મગરનો શિકાર બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે આવી પહોંચ્યા હતા. મગરે બે કલાક નદીમાં યુવાનની એના મૃતદેહ સાથે ધમપછાડા કર્યા હતા. મગર જ્યારે યુવાનની લાશ જોડે ધમપછાડા કરી રહ્યો હતો ત્યારે નદીનાં કિનારા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પરંતુ મગરનાં મુખમાંથી યુવાનની લાશને છોડાવવા માટે મજબુર હતા. ત્યારબાદ પાદરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યુ હતું.

આ પણ વાંચો: નદીમાં સ્નાન કરવા જતા યુવાનનું થયું મૃત્યું

વીડિયો સામે આવ્યો: આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે તેમાં જોઇ શકાય છે કે મગર યુવાનના મૃતદેહ સાથે કઇ રીતે ધમપછાડા કરી રહ્યો છે. એ જોઈ શકાય છે. આ જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે એકઠા થયા હતા. હવે આ યુવાન કઇ રીતે મગરની પકડમાં આવ્યો અને મગરનો શિકાર બની ગયો તેની ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ વડોદરાની આસપાસના વિસ્તારમાં નદીમાં જતા લોકો માટે ચોંકાવનાર કિસ્સો છે. કારણ કે ક્યારે મગરની પકડમાં આવી જાય તે કહી શકાય નહીં માટે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

Last Updated : Aug 7, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.