- વડોદરા ફતેગંજ પોલીસ મથકે દાખલ થયેલો લવજેહાદ મામલો
- પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય હેવાનની ધરપકડ કરી હતી
- નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી યુવતી સાથે રજિસ્ટર લગ્ન કરીને ઘરે લાવ્યા બાદ વિધર્મી પતિએ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને બિભત્સ વીડિયો બતાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. તેમજ યુવક દ્વારા પોતાનો ધર્મ પાળવા માટે પીડિત યુવતી પર ત્રાસ ગુજારતા પતિ, સસરા અને જેઠ સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 ( love jihad act ) અંતર્ગત ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોહિબને તેના મિત્રો પીડિત યુવતીને ધર્મ પરિવર્તન કરાવવા માટે ઉશ્કેરતા હતા
વડોદરા શહેરના છાણી વિસ્તારની યુવતીને તું મારી સાથે લગ્ન નહિ કરે તો હું મરી જઈશ અને તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં, તેમ કહીને ધમકીઓ આપ્યા બાદ પતિ મોહીબ પઠાણે તું મારા ઘરે લગ્ન કરીને આવીશ, ત્યારે તું તારી મરજીથી તારો ધર્મ પાળી શકે છે. જેમાં મારો કોઈ વિરોધ રહેશે નહીં. તેવો વિશ્વાસ આપ્યા બાદ યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવકે ત્રાસ ગુજારવાનું શરૂ થતા તેનું પોત પ્રકાશ્યું હતું.
પોલીસે ત્રેણય આરોપીની ધરપકડ કરી હતી
પીડિત યુવતી પર ત્રાસ ગુજારી બળજબરીથી પોતાની હેવાનિયતનો શિકાર કરી માર મારતા પતિ મોહિબ પઠાણ, સસરા ઈમ્તિયાઝ પઠાણ અને જેઠ મોહસીનખાન પઠાણ વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રેણય આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વધુ તપાસ અર્થે પોલીસે ત્રેણય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપી મોહિબનો મોબાઈલ કબ્જે કરી FSLમાં મોકલવા તજવીજ હાથ ધરી
આ મામલે બનાવની તપાસ કરી રહેલા તપાસ અધિકારી SP પરેશ ભેસાણિયાએ ETV BHARAT સાથે ટેલિફોનિક કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, વધુ તપાસ અર્થે પોલીસે ત્રેણય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં પોલીસ દ્વારા કોઈ અન્ય ચોક્કસ ગેંગના માર્ગદર્શન હેઠળ યુવતીનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે કે કેમ તેમજ અન્ય કોઈ ફાયનાન્સિયલ ગૃપ આ ષડયંત્રમાં જોડાયેલા છે કે નહીં, તે અંગેની તપાસ કરવામાં આવશે.
શુક્રવારના રોજ પોલીસ દ્વારા આરોપીના ઘરનું પંચનામું કરવામાં આવ્યું હતું અને યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. હાલ આરોપી મોહિબ મોબાઈલ ફોનમાં બિભત્સ વીડિયો બતાવીને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી મોહિબનો મોબાઈલ ફોન કબ્જે લીધો છે. ફોનમાં બિભત્સ વીડિયો કે યુવતીના કોઈ ફોટા છે, કે કેમ તેની તપાસ કરવા FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
લવ જેહાદ કાયદો ( love jihad act ) એટલે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 લાગુ કરવામાં આવ્યા બાદ ગત 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં 3 કેસ નોંધાયા છે. જેમાંથી 2 કેસ વડોદરામાં નોંધાયા છે. વડોદરામાં છાણી વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે યુવતી સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા બાદ તેની પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આ સાથે તેના જેઠ દ્વારા છેડતી અને સાસરિયા દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવતા યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશન ( Fatehganj Police Station ) ખાતે ફરિયાદ નોંધાવી છે.
રાજ્યના લવ જેહાદના અન્ય કિસ્સા
1 - લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો
ગુજરાત સરકારે હાલમાં જ 15મી જૂનના રોજ ( love jihad act ) ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021નો નવો સુધારેલો કાયદો અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત વડોદરામાં પ્રથમ કેસ નોંધાયા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં બીજો કેસ નોંધાયો છે. જેમાં એક પરિણીત યુવકે પડોશમાં રહેતી યુવતીને બહેલાવી ફોસલાવી તેમના ભાઈને મારી નાખવાની ધમકી આપી લગ્ન કરવા મજબુર કરીને ઇન્દોર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ બાદ વાપી પોલીસે યુવકને ઇન્દોરથી ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
2 - Love jihad: રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021 ( love jihad act ) લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં લવજેહાદ(love jihad)નો પ્રથમ કેસ નોંધાયો હતો. મુસ્લીમ યુવકે ખ્રીસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી યુવતી સાથે બળજબરી પૂર્વક સંબંધ બાંધી તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યાર બાદ મારઝુડ કરી તેના જાતીવિષયક અપશબ્દો બોલતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આ પણ વાંચો -
જાણો શું છે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 ( Love Jihad Act ) ?