ETV Bharat / city

વડોદરા શહેરની રેન્જ ફોરેસ્ટ ઓફિસ કચેરીમાં દારૂની મહેફિલ

વડોદરા શહેરની રેન્જ ફોરેસ્ટ ઓફિસ કચેરીમાં કેટલાક કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વિડિઓ વાઈરલ થતાં ફોરેસ્ટ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે સવાલ એ થાય છે કે સરકારી કચેરીમાં દારૂની મહેફિલ માણવી કેટલી યોગ્ય...?

સરકારી કચેરીમાં દારૂની મહેફિલ માણવી કેટલી યોગ્ય...?

author img

By

Published : Apr 17, 2021, 10:03 PM IST

  • ફોરેસ્ટ વિભાગમાં ખળભળાટ મચી ગયો
  • સરકારી કચેરીમાં દારૂની મહેફિલ માણવી કેટલી યોગ્ય...?
  • ગાંધીના ગુજરાતમાં દારૂ લાવ્યા કયાંથી એ સવાલ

વડોદરા: જિલ્લાની રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં કેટલાક કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર રમેશભાઈએ રેન્જ ફોરેસ્ટ કચેરી વડોદરા સામે ગંભીર આક્ષેપ કરી જણાવ્યું હતું કે, GSPC સંસ્થા દ્વારા વારંવાર રજૂઆત કરી છે કે, 20થી વધુ વન્ય જીવોને ગોંધી રાખવામાં આવ્યા હોવાથી વન વિભાગના સ્ટાફને સાથે રાખી વન્યજીવોને મુક્ત કરાવવા લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

આ પણ વાંચો: અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત 20 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

જે વન્યજીવ કેદ છે, તેઓને મુક્ત કરાવે તેવી માગ કરાઈ

નર્સરીમાં દારૂની મહેફિલ માણી રહ્યો છે તો શું વન્યજીવ બચાવવા માટે સ્ટાફ નથી અને દારૂની મહેફિલ માણવા માટે સ્ટાફ છે, તેવો સવાલ કર્યો છે. દારૂની મહેફિલમાં રાઉન્ડ ફોરેસ્ટર વનપાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ છે. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે. બીજું કે આ લોકો દારૂ લાવ્યા ક્યાંથી....? સાથે જ સરકારી કચેરીમાં દારૂની મહેફિલ માણવી કેટલી યોગ્ય છે. વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, RFO નિધિ દવેની ઉપલા લેવલે સાંઠ-ગાંઠ હોવાથી વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં તેમનું રાજ ચાલી રહ્યું છે. આ અંગે ઉપલા અધિકારીઓ જે વન્યજીવ કેદ છે, તેઓને મુક્ત કરાવે તેવી અમારી માંગણી છે અને દારૂની મહેફિલ માણી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: રાજકોટના મંદિરમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ કરનારા 3ની ધરપકડ

દારૂની મહેફિલ માણતો વીડિયો વાઈરલ

RFO નિધિ દવેએ જણાવ્યું હતું કે, દારૂની મહેફિલ માણતો વીડિયો વાઈરલ થયો છે. જે મારા ધ્યાનમાં આવ્યો છે. તેની તપાસ કરીને જે કોઈ આમાં જણાઇ આવશે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.