ETV Bharat / city

કેવડીયા મેમુ ટ્રેનના 4 કોચ કરાયા ઓછા, જાણો કારણ... - સ્ટેચ્યૂ ઓફ યુનિટી

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુકવામાં આવી છે, ત્યારે પ્રતાપનગરથી કેવડીયા શરૂ થયેલી ટ્રેનમાં પ્રવાસીની સંખ્યામાં ઘટાડો થયો છે. જેથી 4 કોચ ઓછા કરાયા છે. જેમાં હવે મેમુ ટ્રેનના 12 કોચમાંથી 8 કોચ કેવડીયા જશે.

ETV BHARAT
કેવડીયા મેમુ ટ્રેનના 4 કોચ કરાયા ઓછા
author img

By

Published : Jan 22, 2021, 5:57 PM IST

  • મેમુ ટ્રેનના 4 કોચ કરાયા ઓછા
  • પ્રવાસી નહીં મળતાં લેવાયો નિર્ણય
  • વડાપ્રધાન મોદીએ શરૂ કરાવી હતી ટ્રેન

વડોદરાઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુકવામાં આવી છે, ત્યારે પ્રતાપનગરથી કેવડીયા શરૂ થયેલી ટ્રેનમાં પ્રવાસીની સંખ્યામાં ઘટાડો થયો છે. જેથી 4 કોચ ઓછા કરાયા છે. જેમાં હવે મેમુ ટ્રેનના 12 કોચમાંથી 8 કોચ કેવડીયા જશે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડીયા ખાતે મૂકવામાં આવી છે, ત્યારે દેશ-વિદેશના લોકો ફરવા માટે કેવડીયા આવી રહ્યા છે. જેના માટે ગત થોડા દિવસ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્રેન શરૂ કરાવી હતી.

નવી 8 ટ્રેનો શરૂ કરવામાં આવી

પ્રવાસીઓને પડતી તકલીફ અટકાવવા વડાપ્રધાન મોદીએ નવી 8 ટ્રેનો પણ શરૂ કરી હતી. જેમાં વડોદરાથી રોજ ત્રણ મેમુ પેસેન્જર ટ્રેન કેવડિયા ખાતે જાય છે. આ અગાઉ 12 કોચની ગાડી હતી, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં આ ટ્રેન ૮ કોચની કરી દેવામાં આવી છે. વડોદરાથી કેવડીયા જતા પ્રવાસીઓની વાત કરવામાં આવે તો, ગત 3 દિવસમાં વડોદરાથી કેવડીયાએ જનારા માત્ર ૬૦૦ જેટલા પ્રવાસી જોવા મળ્યા છે.

પ્રવાસી ઘટતાં 4 કોચ ઓછા કરાયા

આ અંગે PRO ખેમરાજ મીણાએ જણાવ્યું હતું કે, પ્રતાપનગરથી કેવડીયા રોજ 3 પેસેન્જર ટ્રેન રવાના થાય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, વડોદરાથી કેવડીયાનું ભાડું 35 અને ડભોઇનું 25 રૂપિયા રાખવામાં આવ્યું છે. આમ છતાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં 4 કોચ ઓછા કરવામાં આવ્યા છે. જેથી હવે 12 કોટની આ ટ્રેન 8 કોચ સાથે સવારી કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.