- અનલોકમાં સાઇકલનું વેચાણ બમણું થયું
- કોરોનાને માત આપવા ઈમ્યુનિટી પાવર એક ઉપાય હોવાથી લોકો સાઇકલનો કરી રહ્યાં છે ઉપયોગ
- વડોદરામાં આવેલી સાઇકલ બજારમાં સાઇકલનું વેચાણ વધ્યું
વડોદરાઃ કોરોના મહામારીના લીધે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે તમામ ધંધા રોજગાર પર તેની અસર થઈ છે. જેમાં સાઇકલ બજારનો પણ સમાવેશ થાય છે. સાઇકલનું વેચાણ નહીંવત રહેતા વેપારીઓ બરબાદીને આરે આવી ગયા હતા, પરંતું અનલોક- 2 માં થોડી છૂટ અપાતા અને કોરોનાને માત આપવા ઈમ્યુનિટી પાવર જ એક ઉપાય છે, તેમ નાગરિકોને મગજમાં ઉતરતા વડોદરાના મદનઝાંપા રોડ પર આવેલી સાઇકલ બજારમાં સાઇકલનું વેચાણ બમણું થઇ ગયું છે.
સાઇકલ બજારમાં રૂપિયા 3500થી લઇ રૂપિયા 45,000 સુધીની વેચાઇ છે સાઇકલ
શહેરમાં 50થી 60 જેટલી સાઇકલોની દુકાન આવેલી છે. જેમાં રૂપિયા 3500થી લઇ રૂપિયા 45,000 સુધીની સાઇકલ બજારમાં વેચાય છે. સાઇકલ લેવા આવતા લોકોની સંખ્યા વધુ હોવાના કારણે સાઇકલની સપ્લાય મોડી થઇ રહી છે. આ રીતે વેપારીઓ અને સાઇકલ લેવા આવતા લોકોને એક તબ્બકે તકલીફ પણ પડી રહી છે.
કોરોનાને કારણે હાલ દર મહિને 8 હજાર સાઇકલ વેચાઇ રહી છે
વડોદરામાં મહિને 3થી 4 હજાર સાઇકલ વેચાતી હતી, પરંતુ હવે સાયકલનું વેચાણ બમણું થઇ ગયું છે, હાલ દર મહિને 8 હજાર જેટલી સાઇકલો વેચાઈ રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધવાને કારણે તેમજ ઈમ્યુનિટી પાવર વધારવાને કારણે લોકો સાઇકલ લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના કાળમાં લોકો ફિટનેસ તરફ આગળ વધતાં અમદાવાદમાં સાઇકલનું વેચાણ ડબલ થયું
પહેલીવાર અમદાવાદમાં સાઇકલની માંગ પુરવઠાને વટાવી ગઈ છે, કોવિડ 19ના કારણે સાઈકલની માંગમાં વધારો થયો છે. અમદાવાદમાં હવે સરેરાશ વેચાણમાં ટકાથી વધુનો વધારો થયો છે, આ સાથે જ મોટાભાગના નવા મોડલનું ટી બુકિંગ પણ શરૂ થયું છે.