ETV Bharat / city

વડોદરા પોલીસ તાલીમ શાળા લાલબાગ ખાતે DGP અને તેમના પત્નીના હસ્તે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન - Gujarat News

વડોદરા પોલીસ તાલીમ શાળામાં તાલીમ અર્થે આવેલા મહિલા પોલીસ કર્મીઓના બાળકોના સુખાર્થે ઘોડિયાઘર કાર્યરત કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા તેમજ તેમના ધર્મ પત્ની શીતુ આશિષ ભાટિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Cradle at the police training school
Cradle at the police training school
author img

By

Published : Jul 25, 2021, 4:36 PM IST

  • વડોદરા પોલીસ તાલીમ શાળા લાલબાગ ખાતે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન
  • રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે કરાયું ઉદ્ઘાટન
  • વડોદરા પોલીસ કમિશ્નર, વડોદરા જિલ્લા પોલીસ વડા, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

વડોદરા: પોલીસ તાલીમ શાળા (Police Training School) લાલબાગ ખાતે રવિવારે ગુજરાત રાજ્યના પોલીસ વડા (Director General of Police) આશિષ ભાટિયા તેમજ તેમના ધર્મ પત્ની શીતુ આશિષ ભાટિયાના હસ્તે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશ્નર (Vadodara Police Commissioner) ડૉક્ટર શમશેર સિંઘ, વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ, પોલીસ મહાનિર્દેશક (DGP) તાલીમ વિકાસ સહાય તેમજ વડોદરા પોલીસ તાલીમ શાળાના આચાર્ય એમ.એસ.ભભોર સહિતના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા પોલીસ તાલીમ શાળા લાલબાગ ખાતે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન

આ પણ વાંચો: ચાંદખેડા અને પાલડી પોલીસ સ્ટેશનનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન

પ્રસંગે ઉચ્ચ અધિકારીઓના પરિવારજનો પણ રહ્યા ઉપસ્થિત

પોલીસ મહાનિર્દેશક (DGP) આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પોલીસ પરિવારમાં ફરજ બજાવતા મહિલા કર્મીઓને તકલીફ ન પડે તે હેતુસર પોલીસ વિભાગ સતત કાર્યરત છે અને તે માટે રવિવારે વડોદરા તાલીમ શાળા ખાતે તાલીમાર્થી મહિલાઓના બાળકો માટે ઘોડિયાઘર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. તેમ જણાવી આગામી દિવસોમાં અન્ય જગ્યાઓ પર પણ ઘોડિયાઘર તેમજ પોલીસ સ્ટેશનોમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર (Child Friendly Corner) બનાવાની દિશામાં પોલીસ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે. જેમાં સરકાર પણ સાથ સહકાર આપી રહી છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: New Cyber Crime Police Station : આણંદમાં ડિજિટલ ક્રાઈમમાં થશે અસરકારક કામગીરી

પોલીસ દ્વારા સામાન્ય નાગરિકો પર કરવામાં આવતા હુમલાના મામલે પોલીસ વિભાગ કડકાઈથી કાર્યવાહી કરી રહ્યું છે : પોલીસ મહાનિર્દેશક

વડોદરા ગ્રામ્ય પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ના પત્ની ગુમ થવાના મામલે તપાસમાં PI આરોપી સામે કડક કાર્યવાહીની વાત કરતા DGP આશિષ ભાટિયા દાખલારૂપ કાર્યવાહીની સાથે ખાતાકીય પણ કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વડોદરા સહિત અન્ય શહેરો તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા સામાન્ય નાગરિકો પર કરવામાં આવતા હુમલા અને જાહેરમાં ફટકારવાના વીડિયો વાયરલ થવાના મામલે પોલીસ વિભાગ કડકાઈથી કાર્યવાહી કરી રહ્યું છે. આગામી દિવસોમાં પણ તે દિશામાં વધુ ચુસ્ત રીતે કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ મહાનિર્દેશક (DGP) આશિષ ભાટિયા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.