- વડોદરામાં ન કરાઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી
- રાત્રિ કરફ્યૂ હોવાથી ન થઈ શકી ઉજવણી
- થર્ટી ફર્સ્ટની ઉજવણીને લાગ્યું કોરોના ગ્રહણ
વડોદરાઃ થર્ટી ફર્સ્ટની ઉજવણી આ વર્ષે કોરોના મહામારીના કારણે ના થઈ શકી. ગઈ કાલે વર્ષ 2020નો અંતિમ દિવસ હતું, જેના કારણે લોકો નવા વર્ષને વધાવી લેવા માટે થનગની રહ્યા હતા, પરંતુ રાત્રિ કરફ્યૂ અને કોરોનાના કારણે લોકોનું થર્ટી ફર્સ્ટ ઊજવવાનું સપનું માત્ર સપનું જ બની રહ્યું. વડોદરામાં દર વર્ષે યુવાનો નવા વર્ષને આવકારવા અને જૂના વર્ષને ગુડ બાય કહેવા હિંડોળે ચઢતા હોય છે, ડીજે પાર્ટી કરતા હોય છે.
શહેરના અલકાપુરી વિસ્તાર સર્કલ, ફતેહગંજ, અકોટામાં દર વર્ષે થાય છે થર્ટી ફર્સ્ટની ઊજવણી
31 ડિસેમ્બર 2020ની રાત્રે શહેરના તમામ રસ્તા સુમસામ ભાસતા હતા. વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આમ તો વડોદરા શહેર અને સંસ્કારી નગરી કહેવાય છે અને શહેરની અંદર બધા તહેવારો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તાર સર્કલ, ફતેગંજ વિસ્તાર અને અકોટા દાંડિયાબજાર વિસ્તારમાં યુવાધન ઉમટતું હોય છે. જૂના વર્ષને બાય-બાય અને નવા વર્ષને આવકારતા હોય છે પણ આ કોરોના મહામારી નામના ગ્રહણના કારણે રસ્તા સુમસામ દેખાયા હતા.
શહેરમાં સાંજે 6 વાગ્યાથી જ થઈ રહ્યું હતું કડક ચેકિંગ
રાત્રિ કરફ્યૂ છતાં પોલીસે થર્ટી ફર્સ્ટની રાત્રે કડક ચેકિંગ હાથ ધર્યું હતું. વડોદરા શહેરના પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરની અંદર કોઈ પણ પ્રકારની ડીજે પાર્ટીની પરમિશન આપવામાં આવી નહતી. શહેરમાં પોલીસે સાંજે 6 વાગ્યાથી પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.