ETV Bharat / city

વડોદરામાં 2 ડોક્ટર માતાની અંતિમવિધિ પૂર્ણ કરી તે જ દિવસે ફરજ પર પરત ફર્યા

author img

By

Published : Apr 17, 2021, 12:49 PM IST

કોરોના જેવી મહામારી વચ્ચે ડોક્ટરો જ ભગવાન સાબિત થયા છે. આનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું વડોદરામાં. શહેરમાં સયાજી હોસ્પિટલના 2 તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની એક પ્રેરક કથા સામે આવી છે. હોસ્પિટલના કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્ય કરતા ડોક્ટર રાહુલ પરમારના માતાનું અવસાન થયું હતું. ડોક્ટર ગાંધીનગર ગયા માતાના અંતિમ સંસ્કાર કરી ફરી વડોદરા આવી ફરજ પર હાજર થઈ ગયા હતા.

વડોદરામાં 2 ડોક્ટર માતાની અંતિમવિધિ પૂર્ણ કરી તે જ દિવસે ફરજ પર પરત ફર્યા
વડોદરામાં 2 ડોક્ટર માતાની અંતિમવિધિ પૂર્ણ કરી તે જ દિવસે ફરજ પર પરત ફર્યા

  • કોરોના મહામારી વચ્ચે 2 ડોક્ટરોએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
  • વડોદરાના 2 ડોક્ટર માતાની અંતિમવિધિ પૂર્ણ કરી તે જ દિવસે ફરજ પર પરત ફર્યા
  • ડોક્ટરોએ ગાંધીનગર આવી માતાની અંતિમવિધિ પૂર્ણ કરી હતી

વડોદરાઃ શહેરમાં સયાજી હોસ્પિટલના 2 તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની એક પ્રેરક કથા સામે આવી છે. હોસ્પિટલના કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્ય કરતા ડોક્ટર રાહુલ પરમારના માતાનું અવસાન થયું હતું. ડોક્ટર ગાંધીનગર ગયા માતાના અંતિમ સંસ્કાર કરી ફરી વડોદરા આવી ફરજ પર હાજર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોવિડ દર્દીઓને IMAના 3 નિષ્ણાત ડોક્ટર્સની ટીમ માર્ગદર્શન આપશે

ડોક્ટર વહેલી સવારે ફરજ પર પરત આવ્યા હતા

વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડોક્ટર વિનોદ રાવે શુક્રવારે સમીક્ષા બેઠક યોજી હતી. આ બંને ઘટનાઓ જાણીને સંબંધિત ડોક્ટરોની સમર્પિતતા અને સેવા નિષ્ઠાને ઉજ્જવળ ઉદાહરણ સમાન ગણાવી હતી. ઘટના એવી બની હતી કે સયાજી હોસ્પિટલના PSM વિભાગમાં કાર્યરત અને છેલ્લા લગભગ સવા વર્ષથી કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્યરત ડો. રાહુલ પરમારના માતાનું તાજેતરમાં અવસાન થયું હતું એટલે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરાના પ્લાયવુડ મર્ચન્ટ એસોસિયેશનના વેપારીઓ દ્વારા સાંજના 5 વાગ્યા પછી લાગુ કરાયું સ્વૈચ્છીક લોકડાઉન

કોવિડ ફરજ ડોક્ટરો માટે ખૂબ જ અઘરી

ડોક્ટરે માતાના અંતિમ સંસ્કાર કરી વહેલી સવારે વડોદરા આવી ફરજ પર જોડાઈ ગયા હતા. યાદ રહે કે, આ તબીબના ફાળે ખૂબ જ અઘરી ગણી શકાય એવી કોવિડ ફરજ છે. એમણે સારવાર દરમિયાન મૃત્યુના પ્રસંગે મૃતક દર્દીના સ્વજનોને આ સમાચાર આપવાની અને તમામ વિધિઓ પૂર્ણ કરાવી મૃતદેહ સોંપવાની ખૂબ કપરી ફરજો અદા કરવાની હોય છે. કોવિડની આ ફરજો દરમિયાન તેઓ જાતે ડિસેમ્બરમાં કોવિડગ્રસ્ત થયા હતા અને સાજા થઈને પાછા ફરજોમાં જોડાઈ ગયા હતા. એવું જ સયાજી હોસ્પિટલમાં કોવિડ ડ્યૂટી કરતાં એસોસિયેટ પ્રોફેસર ડો. શિલ્પા પટેલ સાથે બન્યું હતું.

કોરોના યોદ્ધાઓને દિલથી સલામઃ વિનોદ રાવ

ડોક્ટર વિનોદ રાવે જણાવ્યું હતું કે, આ લોકોએ સમર્પિતતા અને સેવાનિષ્ઠાના બેજોડ દાખલા બેસાડ્યા છે. આ બન્ને કોરોના યોદ્ધાઓને હું દિલથી સલામ કરું છું.
આ સમય ખૂબ કપરો છે. પોતાના પરિવાર અને સંબંધોને ભૂલીને તબીબો અને આરોગ્ય સેવકો કોરોનાની ફરજો બજાવી રહ્યા છે ત્યારે તેમની આ ફરજ પરસ્તીને સમાજ યોગ્ય રીતે મૂલવે એ અનિવાર્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.