- સયાજીમાં 15 નવા મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાયા
- ગોત્રી જનરલ હોસ્પિટલમાં 4 નવા મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાયા
- શહેરમાં મ્યુકરમાઈકોસિસના કેસોમાં વધારો
વડોદરા: શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 15 અને ગોત્રી જનરલ હોસ્પિટલમાં નવા 4 દર્દીઓ સાથે કુલ આંક 262 પર પહોંચ્યો હતો. એસેસજીમાં 20 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. તેમજ 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. તેમજ સારવાર લઈ રહેલા 2 દર્દીના મોત થયા હતા.
કેસમાં વધારો
એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 15 દર્દીઓ નોંધાયા છે.જેથી અત્યાર સુધીનો કુલ આંક 201 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 20 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. સયાજીમાં કુલ 39 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 9 તથા 30 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે એસેસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા.જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : વડોદરામાં સયાજીમાં 11 અને ગોત્રીમાં નવા 8 મ્યુકોરમાઈકોસીસના કેસ નોંધાયા
મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા 262
ગોત્રી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 4 દર્દીઓ નોંધાયા છે.જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે.જ્યારે 6 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.જ્યારે 13 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દુરબીનથી નાકની અંદરની સર્જરી 6 અને લોકલ એનેસ્થેશિયા આપીને 7 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.ગોત્રી હોસ્પિટલ માંથી દિવસ દરમિયાન 1 દર્દી સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.ઉલ્લેખનિય છે કે શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો કુલ આંક 262 ઉપર પહોંચ્યો હતો.