વડોદરા : વડોદરામાં આર્મીના નિવૃત મહિલા ઓફિસરે પતિ સામે પોલીસ ફરીયાદ (Vadodara Sexual Assault Case) નોધાવતા સનસનાટી ફેલાઈ છે. પતિના ત્રાસથી કંટાળીને લગ્નના 30 વર્ષ પછી આર્મીના નિવૃત મહિલા ઓફિસરે પતિ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ મહિલાનું કહેવું છે કે, મારા પતિ અસ્લીલ ફિલ્મ જોવાના શોખીન હતા અને તેઓ અગંત પળો માણવા માટે મારી સાથે જબરદસ્તી કરતા હતા આ. ઉપરાંત મહિલાએ દહેજ તેમજ મહિલાઓ સાથે અનૈતિક સંબંધ લઈને પોલીસ (Wife Complaint Against Husband In Vadodara) ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પતિ પણ આર્મીમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા નિવૃત્ત થયા છે.

પરિવારની વિરુદ્ધ લગ્ન - આર્મીમાં મેડિકલ કોરમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા મહિલા ઓફિસરે પતિ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે મેડિકલ કોરમાં ફરજ બજાવતા હતા. મેં વર્ષ 1991માં આર્મીમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી શરૂ કરી હતી. તે સમયે મારા યુનિટમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર સાથે પરિચય થયો હતો. અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ, અમારા પરિવારને આ લગ્ન મંજૂર ન હતા તેથી અમે 30મી ઓગસ્ટ 1992ના (Case Against Army officer in Vadodara) રોજ મિલિટરી કેમ્પમાં મંદિરમાં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો : સોશીયલ મીડીયાથી સાવધાન...! ચાઈલ્ડ પોર્ન ફોરવર્ડ કરનાર શખ્સની સાયબર ક્રાઈમે કરી ધરપકડ
દહેજને લઈને પતિનો કાળો કકળાટ - દહેજને લઈને મારા પતિ તેમનો તમામ પગાર તેમના ઘરે મોકલતા હતા લગ્નનો તમામ ખર્ચ મારા પૈસામાંથી જ કર્યો હતો. ડિસેમ્બર 1992 માં મારા પતિ એમ.ડી.નો અભ્યાસ કરવા માટે પૂના ગયા હતા. તે સમયે અમારા વચ્ચે ખૂબ જ સારા સંબંધ હતા. હું મારા પતિને મળવા પૂના ગઇ હતી. ત્યારે તેમના ઘરના પડદા બાબતે તકરાર કરી હું પ્રેગ્નન્ટ હોવાં છતાં મારા પેટમાં લાતો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. હું આખી રાત ઘરની બહાર જ રહી હતી. મેં મારા માતા-પિતા સાથે સંબંધો તોડી નાંખ્યા અને મૂંગા મોઢે બધો ત્રાસ સહન કરતી હતી. મારા પતિ અવાર-નવાર દહેજ બાબતે મારી સાથે તકરાર કરી કહેતા હતા કે, તારા પિતાએ લગ્ન પછી પણ બોલાવ્યા નથી. દહેજમાં પણ કશું આપ્યું નથી. જેથી,આખી જિંદગી તારા પગાર પર જ ઘર ચલાવવું પડશે. એક વખત તેઓએ પુત્રીને એટલી હદે માર માર્યો હતો કે,મારી પુત્રી તેમની સાથે રહેવા તૈયાર ન હતી.
આ પણ વાંચો : રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મ માટે ન્યૂડ ઓડિશન માંગ્યું, મોડેલે કહ્યું શિલ્પા શેટ્ટીની થવી જોઇએ પૂછપરછ
"પોર્ન ફિલ્મ જોવાના શોખીન" - વર્ષ-2005 માં નિવૃત્ત થયા પછી મળેલી તમામ રકમ મારા પતિએ લઇ લીધી હતી. મારા પતિ એક મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. તે સમયે પણ તેઓને અલગ અલગ મહિલાઓ સાથે અનૈતિક સંબંધ હતા. આ અંગે મેં પતિને કહેતા તેઓએ મને માર માર્યો હતો. મારા પતિ અસ્લીલ ફિલ્મ જોવાના શોખીન હતા. આ ફિલ્મો જોઈને તેઓ અગંત પળો(Porn Movie Case) માણવા માટે મારી સાથે જબરજસ્તી કરતા હતા. હું વિરોધ કરું તો તેઓ મારી (Atrocities Against Women in Vadodara) સાથે ઝઘડો કરતા હતા. હું અને મારી પુત્રી છેલ્લા 8 વર્ષથી વડોદરા એકલા રહીએ છીએ.