વડોદરાઃ જિલ્લાના સાવલી વિધાનસભા બેઠક પરથી ગઈકાલે સાવલી 135 વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાની જાહેરાતના સમર્થનમાં સાવલી નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યોના સામૂહિક રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે.
પાલિકાના વહીવટદારો સરકાર માં પી, એફ,ના નાણાં જમા ન કરાવતા પાલિકાના બેન્ક ખાતા સીલ કરાયા હતા. જેના પગલે બેન્ક ખાતા સીઝ હોવાથી વિજબીલના નાણા ન ભરાયા હોવાથી MGVCLએ નગરની સ્ટ્રીટ લાઈટ કનેક્શન કપાયાં હતા. જેની રજુઆત ધ્યાને ન લેવાતાં સાવલી ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું.
ધારાસભ્યના રાજીનામાના સમર્થનમાં સાવલી નગરપાલિકાના વહીવટદારોએ ચીફ ઓફિસરને રાજીનામુ આપ્યું હતું. આ સાથે ભાજપા શાસિત તાલુકા પંચાયતના સભ્યોએ પણ સામૂહિક રાજીનામા ધરી દીધા હતા. જેથી સાવલીનું રાજકારણ ગરમાયું હતું. આ અંગે પ્રદેશ મોવડી હવે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.