ETV Bharat / city

આયુર્વેદ તબીબોને 56 સર્જરી કરવાની છૂટ અપાતા IMAના તબીબો ઉપવાસ પર ઉતર્યા - Medial

આયુર્વેદિક ડોક્ટરોને 56 જેટલી સર્જરી કરવા સરકારે પરવાનગી આપ્યા બાદ હવે મેડિકલના વિદ્યાર્થીઓ ઉપવાસ પર ઉતર્યા છે. આઈએમએના હેડ ક્વાર્ટર ખાતે આઈએમના સભ્યો અને 20 મેડિકલ વિદ્યાર્થીઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. વિદ્યાર્થીઓ બેનરો સાથે મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. સેવ ધ ઈન્ડિયન હેલ્થ કેરના સૂત્ર સાથે જોડાયા હતા.

આયુર્વેદ તબીબોને 56 સર્જરી કરવાની છૂટ અપાતા IMAના તબીબો ઉપવાસ પર ઉતર્યા

author img

By

Published : Feb 10, 2021, 12:43 PM IST

  • આયુર્વેદ તબીબોને 56 સર્જરી કરવા છૂટછાટ આપતા વિવાદ
  • આઈએમએના વિદ્યાર્થીઓએ આના વિરોધમાં કર્યા ઉપવાસ
  • 20 ભાવિ ડોક્ટરોએ સરકારના આદેશ સામે ઊઠાવ્યો વાંધો

વડોદરાઃ સરકારે આયુર્વેદિક તબીબોને 56 જેટલી સર્જરી કરવાની પરવાનગી આપતા હવે મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આઈએમએના હેડ ક્વાર્ટર ખાતે આઈએમએના સભ્યો અને 20 મેડિકલ સ્ટુડન્ટ બે દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. 1થી 14 તારીખ સુધી વિદ્યાર્થીઓ અને આઈએમએના સભ્યો સરકારના આ નિર્ણય સામે મિક્સોપથીનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે.

આઈએમએના વિદ્યાર્થીઓએ આના વિરોધમાં કર્યા ઉપવાસ

1થી 14 તારીખ સુધીમાં અલગ અલગ શહેરોમાં વિરોધ કરાશે

અલગ-અલગ શહેરોમાં 1થી 14 તારીખ દરમિયાન વિરોધ કરવામાં આવશે. વડોદરામાં 8 અને 9 બે દિવસ સલાટવાડા ખાતે આઈએમએના હેડ ક્વાર્ટરની સૂચના મુજબ આઈએમએ હાઉસ ખાતે આઈએમએના સભ્ય અને ભાવિ ડોકટરો ઉપવાસ પર ઉતર્યા છે અને વિદ્યાર્થીઓ બેનરો સાથે મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આર્યુવેદિક કે હોમિયોપેથિક કે ડોક્ટર સામે અમારો વિરોધ નથી

આર્યુવેદિક કેટલા રોગોના ખૂબ જ અસરકારક પરિણામો આપે છે. અમારો વિરોધ આર્યુવેદિક સામે નથી પણ અલોપથી પછી તબીબો 10 વર્ષ આપીને જે સર્જરીઓ સ્પેશ્યિલાઈઝેશન કરીને શીખે છે તેવી સર્જરી 3 વર્ષમાં કેવી રીતે આયુર્વેદ તબીબ શીખે શકે? અમારો વિરોધ તબીબોને જે 56 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપી છે તેની સામે જ છે.

20 ભાવિ ડોક્ટરોએ સરકારના આદેશ સામે ઊઠાવ્યો વાંધો

લોકોને આના માઠા પરિણામો ભોગવવા પડશેઃ આઈએમએ

આઈએમએના પ્રમુખ કૈલાશ પરીખે જણાવ્યું હતું કે, આયુર્વેદિક તબીબને સર્જરીની છૂટછાટ આપવાથી આમ લોકો પર સીધી અસર થશે. તબીબોને સર્જરી કરવાની છૂટ આપીને મિક્સોપથીનો અમલ મેડિકલ ક્ષેત્રે થઈ જશે, જેના માઠા પરિણામો લોકોએ જ ભોગવવા પડશે લોકોને આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.