ETV Bharat / city

આ ગુજરાતી કલાકારો આવી રહ્યા છે નવા જ ટોપિક સાથે, જૂઓ શું છે ફિલ્મની વિશેષતા - ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા પ્રયાસ

ગુજરાતી ફિલ્મ 'નાડી દોષ'ના (Gujarati Film Naadi Dosh Starcast at vadodara) કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશન માટે વડોદરા પહોંચ્યા હતા. અહીં તમામ કલાકારોએ પોતાની ફિલ્મ અંગે માહિતી આપી હતી. સાથે જ તેમણે ફિલ્મ અંગે પોતાના અનુભવો અંગે પણ જણાવ્યું હતું.

આ ગુજરાતી કલાકારો આવી રહ્યા છે નવા જ ટોપિક સાથે, જૂઓ શું છે ફિલ્મની વિશેષતા

author img

By

Published : May 30, 2022, 2:07 PM IST

વડોદરાઃ આગામી 17 જૂને ગુજરાતી ફિલ્મ 'નાડી દોષ' રિલીઝ થવાની (Gujarati Film Naadi Dosh Starcast at vadodara) છે. ત્યારે આ ફિલ્મના અભિનેતા યશ સોની (Actor Yash Soni ) અને અભિનેત્રી જાનકી બોડીવાલા ફિલ્મ પ્રમોશન માટે (Actress Janki Bodiwala) વડોદરા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક માહિતી અને અનુભવ લોકો સાથે શેર કર્યા હતા.

ગુજરાતીઓએ ગુજરાતી ફિલ્મોને સ્વીકારવાની જરૂર છે

આ પણ વાંચો- ગુજરાતની પહેલી એનિમેશન ફિલ્મ શ્રીમદ રાજચંદ્રનો પ્રથમ શૉ આ સિટીમાં યોજાયો

ગુજરાતીઓએ ગુજરાતી ફિલ્મોને સ્વીકારવાની જરૂર છે - આ અંગે કલાકારોએ જણાવ્યું હતું કે, ગુજરાતી કલાકારો અને પ્રોડ્યૂસર નવા વિષયો પર કાર્ય કરી રહ્યા છે. એટલે અમે દરેક ઘરમાં લગ્ન સમયે ચર્ચાના વિષય નાડી દોષ પર બનાવવામાં આવેલી ફિલ્મમાં કામ (Gujarati Film Naadi Dosh Starcast at vadodara) કર્યુ છે. મરાઠી અને સાઉથ ફિલ્મોને જે રીતે રિઝનલ લોકો સ્વિકારી રહ્યા છે. તે હવે ગુજરાતીઓએ કરવાની જરૂર છે. ફક્ત કલાકારો અને પ્રોડ્યૂસરના પ્રયાસથી જ ગુજરાતી ફિલ્મ જગતને પ્રસિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. લોકોએ સિનેમા ગૃહમાં જઈને ફિલ્મ જોવી પડશે.

આ પણ વાંચો- Film Bhool Bhulaiya 2 : કિઆરા અડવાણી અને કાર્તિક આર્યન બન્યા અમદાવાદના મહેમાન

ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે લઈ જઈશું- કલાકારોએ વધુમાં ઉંમેર્યું હતું કે, દરેકના સહિયારા પ્રયાસથી જ આપણે ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે લઈ (An attempt to take Gujarati films to the national level) જઈ શકીશું. ગુજરાતી ફિલ્મો પણ મોટા બજેટની બની રહી છે. તેના કારણે તેના રાઈટ્સ ખરીદવા માટે અનેક OTP પ્લેટફોર્મ આગળ આવી રહ્યા છે. નાડી દોષ ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે, જે ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને ગોવાના વિવિધ લોકેશનોમાં કરવામાં આવ્યું છે. આથી ગુજરાતી ફિલ્મમાં દર્શકોને સારા લોકેશનો જોવા મળશે.

કલાકારોએ ચાહકો સાથે કરી વાતચીત- વડોદરા શહેરના યુવાનોને મળવા માટે ફિલ્મની સ્ટારકાસ્ટે શહેર નજીકની પારૂલ યુનિવર્સિટી (Gujarati Film Naadi Dosh Starcast at vadodara) અને સિગ્મા ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ફિલ્મમાં પોતાના પાત્ર વિશે અને ફિલ્મી સફર વિશે મન મૂકીને વાતો કરી હતી. કલાકારોએ સાંજના સમયે શહેરના એક મોલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિશાળ સંખ્યામાં એકઠા થયેલા તેમના ચાહકો સાથે મનમૂકીને વાતો કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.