ETV Bharat / city

ભારત જોડો યાત્રામાંથી ગુજરાત બાકાત, ભાડાના ટટ્ટુને મોકલી થાય છે પ્રચાર: પાટીલ - વડોદરા જિલ્લાની બેઠક

વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ભાજપના નવા કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા ટાંકતા જણવ્યું હતું કે, આંખમાં તેલ નાખીને જાગતા રહેજો, AAP પાર્ટીને ગુજરાતમાં ઘૂસવા દેવી નથી. વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ પાર્ટી ભાડાના ટટ્ટુ રાખે છે અને પ્રચાર કરે છે. Vadodara Kapurai Chowk, Vadodara District BJP New Office Bhoomi Poojan, Gujarat state president attacked opposition Party

સી આર પાટીલના વિપક્ષ પર આકરા પ્રહાર
સી આર પાટીલના વિપક્ષ પર આકરા પ્રહાર
author img

By

Published : Sep 7, 2022, 7:32 PM IST

વડોદરા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે (Vadodara Kapurai Chowk) જિલ્લા ભાજપના નવા કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેના બાદ તેમણે વડોદરા APMCમાં સભા સંબોધી હતી, ત્યારે વડોદરાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીઆર પાટીલે કહ્યું કે, ભાડાના ટટ્ટુ મોકલીને પ્રચાર કરતી પાર્ટીને ગુજરાતમાં કોઈ સ્થાન નથી.

વડોદરા APMCમાં સભા સંબોધી હતી ત્યારે વડોદરાના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

ભાજપ કાર્યકર્તાની પરંપરા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ (Gujarat BJP state president ) સી આર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત પોતે એક વિકાસનું મોડેલ છે. જેમાં ગુજરાત ભાજપના કાર્યકર્તા એ દેશના ભાજપના કાર્યકર્તાઓ માટે મોડલ (Gujarat BJP workers role models) તરીકે ઉભરી આવ્યા છે. દેશના ભાજપના કાર્યકર્તાઓ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓની કામગીરીનું અનુકરણ કરે છે. ગુજરાતમાં જીત મેળવવીએ ભાજપ કાર્યકર્તાની પરંપરા છે. BJPના કાર્યકરો પાર્ટી માટે સમર્પિત કાર્યકર્તા છે. ભાજપ બે દસકાથી એક પણ ચૂંટણી હારી નથી. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખૂબ જ છે. ભાજપના કાર્યકર્તાઓએ 1 કલાકમાં 8 કરોડનું ફંડ ભેગું કર્યું જે ગર્વની બાબત છે.

ચોમાસું આવે એટલે દેડકા આવે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું (Gujarat state president attacked opposition Party) કે, એક પાર્ટી હમણાં આવે છે જેમ ચોમાસું આવે એટલે દેડકા આવે તેમ. આ પાર્ટી ભાડાના ટટ્ટુ રાખે છે અને પ્રચાર કરે છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ભારત જોડો યાત્રામાંથી (Congress Bharat Jodo Yatra) ગુજરાતને બાકાત રાખ્યું છે, ગુજરાતથી તેમને શું પ્રોબ્લેમ શું છે. આપ પાર્ટી અર્બન નક્સલવાદી છે. આપ પાર્ટીએ મેઘા પાટકરને લોકસભાના ઉમેદવાર (Lok Sabha candidate in AAP party) બનાવ્યા હતા. મેઘા પાટકરને આપ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરે છે. આંખમાં તેલ નાખીને જાગતા રહેજો આપ પાર્ટીને ગુજરાતમાં ઘૂસવા દેવી નથી તેવી વાત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી.

આપ પાર્ટી હળાહળ જુઠ્ઠું બોલે છે આપ પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું કે AAP હળાહળ જુઠ્ઠું બોલે છે. પાણી અને વીજળી મફત આપીને સરકાર બનાવવાની શોધ કોણે કરી તે બધા જાણે છે. ગુજરાતમાં હાલમાં 5.50 લાખ જેટલી જ સરકારી નોકરી છે તો 10 લાખ નોકરીના વચન કેવી રીતે આપે છે. જે પાર્ટીની સ્થાનિક ચૂંટણીમાં સુરત સિવાય તમામ જગ્યા પર હાર થઈ છે. ગાંધીનગરમાં મેયર બનાવવાની વાત કરતા હતા તે માત્ર 1 સીટ જીત્યા હતા અને તેઓ ગુજરાત તરફ જોવાની હિંમત કરે છે. 4 રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યાં ડિપોઝિટ જપ્ત થઈ છે છતાં આ ભાઈ પોતાની તંગડી ઉપર રાખે છે. હું વડોદરા જિલ્લાની તમામ 5 બેઠક (Vadodara District Seat ) 50 હજાર મતથી જીતવાનો લક્ષ્‍યાંક આપુ છું. આ સાથે ચૂંટણી સુધી ફરતાં રહેજો, જાગતા રહેજો તેવી વાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.