વડોદરા : વડોદરામાં ભારે વરસાદના કારણે પાણી નીચાણવાળા (Rain In Vadodara) વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે વડોદરામાં મગરો માત્ર વિશ્વામિત્રી નદી પુરતા સિમિત રહ્યા નથી, પરંતુ ગમે તે વિસ્તારમાં ગમે ત્યારે મગરો રસ્તા પર આવી જવાના બનાવો બનવા પામ્યા છે. શહેરની વિશ્વામિત્રીમાં નવા પાણીની આવકને કારણે મગરો ભાગદોડ કરી રહ્યા હોવાનું મનાય છે. શહેરમાં બે વિસ્તારમાંથી મગરો જોવા મળતા અફરાતફરીનો (Gujarat Rain Update) માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ
પૂજા પાર્ક સોસાયટીમાં મગરનું રેસ્ક્યુ કરાયું - શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં (Crocodiles in Vishwamitri River) સૌથી વધુ પાણી ભરાતું હોવાથી વરસાદી પાણીના નિકાલ માટે પરિવાર ચાર રસ્તા પાસેની પૂંજાપાર્ક સોસાયટીના ગાર્ડન પાસે કોઈએ ગટરની જાળી ખોલી હતી. આ સાથે જ પાંચેક ફૂટનો એક મગર બહાર આવી ગઈ હતી. જેને કારણે નાસભાગ મચી હતી. વિશ્વામિત્રી નદીથી આઠ-દસ કિમી દૂરના વિસ્તારમાં મગર નીકળતા લોકો ભયભીત થયા હતા. ફોરેસ્ટ વિભાગને જાણ થતાં મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Rain In Ahmedabad : શહેરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
અગાઉ પણ અનેકવાર મગરના રેસ્ક્યુ કરાયા - આવી જ રીતે જિલ્લાના પાદરા તાલુકામાં ખલીપુર ખાતે એક કંપનીમાં બનાવેલા 30 ફૂટ લાંબા અને 20 ફૂટ પહોળા કૃત્રિમ તળાવમાં પાંચેક ફૂટનો એક મગર આવી જતા કામદારો ગભરાયા હતા. પ્રાણી ક્રૂરતા નિવારણના (Moonsoon Gujarat 2022) કાર્યકરોને જાણ કરતાં તેમણે ચાર કલાક સુધી રેસ્ક્યૂ કરી મગરને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. અવારનવાર આ પ્રકારના બનાવો વડોદરા શહેરમાં અગાઉ પણ બન્યા છે અને વધુ વરસાદ પડશે તો બનતા રહેશે કેમ કે, વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો નિવાસ કરે છે. જે વધુ પાણી આવતા પોતાના નિવાસસ્થાને થી ભટકી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સોસાયટીમાં વધુ પાણી ભરાય તો આવતા હોવાના બનાવો અગાઉ બન્યા છે.