- કોરોના સંક્રમણ વધતાં હાઈકોર્ટે લીધો નિર્ણય
- આજથી 17 એપ્રિલ સુધી વર્ચ્યુઅલ કોર્ટ ચાલશે
- વકીલમંડળની ચૂંટણી પણ રદ કરવા માગણી
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટના નિર્ણય અનુસાર 7 એપ્રિલથી 17 એપ્રિલ સુધી વર્ચ્યુઅલ કોર્ટ દ્વારા કામકાજ ચલાવવામાં આવશે. જેમાં કોઈ ફરિયાદી, આરોપી સાથે પ્રતિવાદી બંને પક્ષના વકીલો હાજર નહીં હોય તો પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. સાથે જ આગામી સમયમાં વડોદરા વકીલમંડળની ચૂંટણી આવી રહી છે ત્યારે વકીલમંડળના સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારીના કારણે ચૂંટણી યોજવી જોઇએ નહીં. પણ આ નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા લેવો જોઇએ.
આ પણ વાંચોઃ 5 શહેરની નીચલી કોર્ટમાં 7થી 17 એપ્રિલ સુધી ફિઝિકલ ફંક્શનિંગ બંધ રાખવા HCનો હુકમ
વિકએન્ડ લોકડાઉન પર વિચારણા?
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે, મુખ્યપ્રધાન રુપાણીએ રાત્રિના 8થી સવારના છ સુધી કર્ફ્યુ પણ નાખી દેવામાં આવ્યો છે. જ્યારે વિક એન્ડ લોકડાઉન માટેનો નિર્ણય આજે મોડી સાંજ સુધી લેવામાં આવશે. ગુજરાતની પાંચ કોર્ટ 7 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ચાલશે, જેમાં વડોદરા દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટ 7 એપ્રિલથી 17 એપ્રિલ સુધી વર્ચ્યુઅલ ચાલશે તેનું નામદાર ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી, આરોપી, સાક્ષી, પ્રતિવાદી કે બંને પક્ષના વકીલો કોર્ટમાં હાજર નહીં હોય તો પણ તેમના વિરુદ્ધ કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે. આગામી દિવસોમાં જો કોરોના કેસોમાં ઘટાડો નહીં થાય તો તારીખ લંબાવવામાં પણ આવશે.
વકીલમંડળની ચૂંટણી પણ યોજાવી જોઈએ નહીં
આગામી સમયમાં વકીલ મંડળની ચૂંટણી આવી રહી છે ત્યારે વકીલ મંડળના સેક્રેટરીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં આગામી વકીલમંડળની ચૂંટણી યોજવી જોઇએ નહીં. હાલનું જે બોર્ડ છે તેને કાર્યરત રાખવું જોઈએ. આ નિર્ણય જોકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરામાં ગઈકાલે બુધવારે 385 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા