વડોદરા વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં મુખ્યત્વે (assembly seat in Vadodara) ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે હવે આમ આદમી પાર્ટીનો પગપેસારો કેટલો અસરકારક સાબિત થાય છે તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં જિલ્લામાં વિધાનસભાની કુલ દસ બેઠકો પૈકી વડોદરા શહેરમાં પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં હાલમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ હસ્તક છે, ત્યારે હાલમાં તમામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારોને ફરી મોકો મળે છે કે કેમ તે બાબત અતિ મહત્વની છે. (Vadodara Assembly Election 2022)
શહેરમાં વિધાનસભાની સ્થિતિ વડોદરા શહેરમાં 5 વિધાનસભા બેઠક આવેલી છે. જેમાં શહેરવાડી, રાવપુરા, અકોટા, સયાજીગંજ અને માંજલપુર વિધાનસભાની બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં હાલમાં શહેરવાડી અને રાવપુરા બેઠકમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો રાજ્ય સરકારના પ્રધાન પદ સંભાળી રહ્યા છે. આ બેઠકો હાલમાં પણ ભાજપ પક્ષ પોતાના હસ્તક રાખશે તેવા દાવાઓ રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે. પરંતુ આવનાર વિધાનસભામાં કયા ધારાસભ્યને ટિકિટ મળે છે, તે ખાસ મહત્વનું છે. હાલમાં પાંચ બેઠકોમાં લગભગ 2 બેઠક પર ધારાસભ્ય પદ માટે ટિકિટ કપાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. (Gujarat Assembly Election 2022)
શહેરના નાગરિકોની નારાજગી વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓથી નાગરિકો પીડાઈ રહ્યા છે. હાલમાં વિધાનસભાની પાંચ સીટોમાં વડોદરા શહેરે બે રાજ્ય સરકારના પ્રધાન તરીકે હાલમાં કામગીરી કરી રહ્યા છે. શહેરમાં વર્ષોથી સૌથી મોટી સમસ્યા શુદ્ધ પાણી હજુ પણ દરેક વિસ્તારમાં પહોંચી શક્યું નથી. તો સાથે ડ્રેનેજ, વરસાદી કાંસની સમસ્યા સાથે ટ્રાફિકમાં શહેરીજનો પીડાઈ રહ્યા છે. ત્યારે આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતે દાવાઓ કરી રહ્યું છે, પરંતુ પ્રજાનો મિજાજ કેવો છે તે આવનાર સમય જ બતાવશે.Vadodara assembly 5 seat, Total Assembly seat in Vadodara, vadodara vidhansabha seats