- ગુજરાતના પાડોશી રાજ્ય સહિત સ્થળોએ વકરેલા બર્ડ ફ્લુની દહેશતથી તંત્ર થયું એલર્ટ
- પશુપાલન ખાતાએ સાવચેતી માટે શહેર જીલ્લામાં સઘન સર્વેક્ષણ હાથ ધર્યું
- વડોદરા જીલ્લાના પોલ્ટ્રી ફાર્મ બેકયાર્ડ ખાતે સર્વેલન્સ હાથ ધરવા સૂચના
વડોદરાઃ ગુજરાતના પાડોશી રાજ્યો સહિતના સ્થળોએ બર્ડ ફ્લુનો રોગ વકરતા વિવિધ જીલ્લાઓમાં બર્ડફલુના સર્વેલન્સ તથા અટકાયત પગલાં લેવાની કામગીરી કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સાથે વડોદરા જીલ્લામાં પણ આવેલી પોલ્ટ્રી ફાર્મ અને બેકયાર્ડ પોલ્ટ્રી ખાતે સર્વેલન્સ હાથ ધરવાની સુચના પાલિકાને આપવામાં આવી છે.
સાવલી વાંકાનેરના પોલ્ટ્રી ફાર્મમાં સતત મોનિટરીંગ
પાડોશી રાજ્ય રાજસ્થાનમાં તાજેતરમાં પક્ષીઓના અચાનક મૃત્યુ થયા હોવાના કિસ્સાઓ નોંધાયા છે. તેમજ એક જીલ્લામાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂ રોગ જોવા મળ્યો છે. રોગની ગંભીરતા જોતા અહિં પણ સાવચેતીના પગલા લેવા અત્યંત જરૂરી બને છે. વડોદરા જીલ્લામાં આવેલા પોલ્ટ્રી ફાર્મ અને બેકયાર્ડ પોલ્ટ્રી ધરાવતાં વિસ્તારોમાં પક્ષીઓ મરવાના મૃત્યુ અંગે નિયમિત સર્વેક્ષણ કરાવવા જણાવાયું છે. જ્યારે સાવલી ખાતે રહેતા અને વાંકાનેર ગામ પાસે પોલ્ટ્રી ફાર્મ ધરાવતા ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા પોલ્ટ્રી ફાર્મમાં 6,500 મરઘા છે. બર્ડ ફ્લુ ફેલાતા સરકારની ગાઈડલાઈન અનુસાર તકેદારી રાખવામાં આવી રહી છે. તથા મરઘાઓનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આમારા ગામમાં કોઈ રોગ ન આવે તે માટેની વિશેષ તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
હાલ વડોદરા જીલ્લામાં બર્ડ ફ્લુની કોઈ અસર નથી છતાં અમે તકેદારી રાખીએ છીએ. ખાસ કરીને બહારથી આવનાર લોકોને મરઘાંના શેડમાં જવા દેતા નથી અને આમ પણ જો કોઈ બહારના પક્ષી સાથે મરઘા સંપર્કમાં આવે તો જ રોગ ફેલાવવાનો ભય રહે છે, અમે અમારા ગામની આસપાસ સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખીએ છીએ.
નાયબ પશુપાલન નિયામકે સાવચેત અને સુરક્ષિત રહી ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી
વડોદરા જીલ્લાના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર પ્રકાશ દરજીએ આ અંગે જણાવ્યું હતું કે, ઘણા બધા રાજ્યમાં બર્ડ ફ્લુની દહેશત ફેલાયેલી છે. બર્ડ ફ્લુએ રોગચાળો એવો છે કે કેમ કે પક્ષીમાંથી પક્ષીમાં ફેલાય છે અને પક્ષીમાંથી માણસોમાં પણ ફેલાય છે. એટલે આપણે સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કારીને ઠંડીની સીઝનમાં વિદશી પક્ષીઓ પણ ગુજરાતમાં વડોદરા જીલ્લામાં આવતા હોય છે. વેટલેન્ડ એરિયામાં એટલે આપણે સઘન બંદોબસ્ત પણ રાખવો પડે, સર્વેલન્સ રાખવું પડે અને આ રોગચાળો આપણા ગુજરાતમાં અત્યારે કોઈ કેસ નથી. વડોદરામાં પણ કોઈ કેસ નથી પણ એ માટે આપણે સાવચેત રહેવાની જરૂર છે. એના માટે અમારી ટીમ કાર્યરત છે. જંગલ ખાતાના અધિકારીઓ પણ આમાં છે.
જો મૃત પક્ષીઓ વધારે પ્રમાણમાં મરણ થાય તો તેમણે જાણ કરવા જણાવ્યું છે, જેથી લેબોરેટરીમાં તેનું નિદાન થઈ શકે. વડોદરા ખાતે લેબોરેટરી છે તેઓ સેમ્પલ એકત્ર કરીને અમદાવાદ રાજ્યકક્ષાની આંબાવાડીમાં ઓફિસ છે, જેમાં થોડું ઘણું એનું ટેસ્ટિંગ કરીને ડાઉટફૂલ લાગે તો ભોપાલ ખાતે આઈ એનિમલ સિક્યુરિટી ઝોન કેન્દ્ર સરકારની પશુઓ માટેની લેબોરેટરીમાં તપાસ કરાવી શકીએ. મરઘામાં 5000 પક્ષીનું ફાર્મ હોઈ અને અમુક એવા રોગ આવી જાય મરઘાના તો એ બધા પક્ષીઓનું મરણ થતું હોય છે,પણ એ પક્ષીઓમાં મરણ થાય તો એ બધા રોગ માણસમાં નથી આવતા એટલે કોઈ પ્રશ્ન નથી. પણ હાલમાં સાવચેત અને સુરક્ષિત રહી ખોટી અફવાઓથી દૂર રહેવા નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ લોકોને અપીલ કરી છે.