ETV Bharat / city

પાલખીમાં સંગીતની સુરાવલી સાથે રાજમહેલમાં ગણેશજીનું કરાયું આગમન - ganpati

વડોદરામાં ગણેશોત્સવના મંગળમય પ્રારંભની વચ્ચે પરંપરા અનુસાર વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બીરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી હતી.

રાજમહેલમાં ગણેશજીનું કરાયું આગમન
રાજમહેલમાં ગણેશજીનું કરાયું આગમન
author img

By

Published : Sep 10, 2021, 4:29 PM IST

  • વડોદરાના રાજવી પરિવારના પારંપરિક શ્રીજીની પાલખી યાત્રા યોજાઈ
  • સંગીતની સુરાવલી સાથે રાજમહેલમાં આગમન કરાયું
  • દરબાર હોલ ખાતે રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કર્યું

વડોદરા- છેલ્લા 125 વર્ષ કરતા વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર દ્વારા ગણેશોત્સવ વખતે ગણપતિબાપાની સ્થાપના કરવામાં આવે છે. પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી હતી. જેને પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી. ગણેશજી રાજમહેલ ખાતે આવી પહોંચ્યા હતા, રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી.

ગણેશજી પાલખીમાં બિરાજમાન કરી રાજમહેલમાં લવાય છે

ધાર્મિક વાતાવરણ વચ્ચે ગણેશજી પાલખીમાં બિરાજમાન થઇ રાજમહેલમાં લાવવામાં આવે છે, જ્યાં રાજપુરોહીત દ્વારા શ્રીજીનું સ્વાગત કરીને આવકાર આપવામાં આવે છે, ગણપતિ જે પાટલા પર બિરાજમાન થાય છે તે પણ સવાસો વર્ષ જૂનો છે. જો કે, મૂર્તિ લાવવા અને તેની ધાર્મિકતા વિશે રાજવી પરિવારના પુરોહિત ધ્રુવદત્ત મહારાજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ટ

રાજમહેલમાં ગણેશજીનું કરાયું આગમન

ગાયકવાડી સમયમાં હાથી-ઘોડા સહીતના શણગાર સાથે ગણેશજીની પધરામણી કરાતી હતી

ગણેશજીની મૂર્તિ બનાવવા માટે મૂર્તિકાર ચૌહાણ પરિવારને ત્રણ મહિના પહેલાજ તૈયારીઓ કરવા માટે સૂચના અપાય છે અને ખાસ માટીમાંથી ગણેશીજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે, ચૌહાણ પરિવારની આ ત્રીજી પેઢી છે જે રાજવી પરિવારના ગણેશજી તૈયાર કરે છે. જો કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં ખાસ હાથી-ઘોડા સહીતના શણગાર સાથે ગણેશજીની પધરામણી કરવામાં આવતી હતી.

ગાયકવાડી સમયમાં ગણેશજીને ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતા હતા

જો કે, હવે હાથી-ઘોડા અને શણગારોની પરંપરા તો રહી નથી, પરંતુ જે પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હતા. તે જ શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે અને સંગીતની સુરાવલીઓ વચ્ચે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવે છે. ગાયકવાડી સમયમાં ગણેશજીને ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતી હતી. જો કે સમય બદલાતા શ્રીજીની પ્રતિમાને લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.