ETV Bharat / city

અરે વાહ ગણેશોત્સવ પૂર્ણ થયા પછી મૂર્તિની માટીનો થશે સાચી દિશામાં ઉપયોગ - GANESH CHATURTHI 2022 PREPARATION IN Vadodara

વડોદારમાં બહેનો દ્વારા સેન્દ્રિય ખાતરની મદદથી ગણેશ ઉત્સવ માટે શ્રીજી પ્રતિમાઓ સામે આવી છે. જે પ્રતિમામાં ઉત્સવ પૂરો થયા પછી એમાં શાકભાજીના બી વાવી શકાય કે ફૂલછોડ રોપી શકાય છે. શું છે આ રસપ્રદ વાત આવો જાણીએ. Ganesh Chaturthi 2022, Idols of Ganesha with help of compost, ganesh utsav 2022 vadodara

અરે વાહ ગણેશોત્સવ પૂર્ણ થયા પછી મૂર્તિની માટીનો થશે સાચી દિશામાં ઉપયોગ

author img

By

Published : Aug 26, 2022, 9:59 AM IST

વડોદરા ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તિ ભાવથી જેનું પૂજન કર્યું હોય એવી દુંદાળા દેવની પ્રતિમાના વિધિવત આસ્થા સભર વિસર્જન પછી એની માટીની મદદથી શાકભાજી ઉગે અને શ્રીજીની પ્રસાદી રૂપે એ આરોગવા મળે એ કલ્પના જ કેટલી આહ્લાદક લાગે છે. જોકે આ કલ્પનાને સમા વિસ્તારમાં કાર્યરત લક્ષ્‍મી સખી મંડળે, પર્યાવરણ સુરક્ષાની જાગૃતિ માટે કાર્યરત સમર્પિત કાર્યકરોની સંસ્થા વડાવરણ તેમજ સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટની મદદથી (ganesha festival 2022) વાસ્તવિકતામાં સાકાર કરી છે.

વાહ, ગણેશજીની મૂર્તિ વિસર્જન બાદ ઉછેરી શકાશે વૃક્ષ

શું છે સમગ્ર વાત સખી મંડળે આવક આપતી પ્રવૃત્તિઓના ભાગરૂપે કાળી, ભૂખરી માટી અને સૂકા પાંદડા, શાકભાજીની છાલના સેન્દ્રીય ખાતરની મદદથી આગામી ગણેશ ઉત્સવ માટે નયનરમ્ય પર્યાવરણ રક્ષક શ્રીજી પ્રતિમાઓ બનાવી છે. જે પ્રકૃતિ રક્ષક (Ganpati murti 2022) ઉત્સવની એક નવીન પહેલ સમાન છે. આ સખી મંડળ દીનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું છે. જે સદસ્ય બહેનોને પૂરક આવક મળે એવી પ્રવૃત્તિઓના ભાગ રૂપે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.

આ પણ વાંચો આ વખતે પાઘડીઓ વધારશે દગડુ શેઠની શોભા

વિસર્જન બાદ ફલછોડ જે બહેનોએ વડાવરણ સંસ્થા અને સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટ સંસ્થાએ આપેલી તાલીમ હેઠળ આ પર્યાવરણ મિત્ર શ્રીજી પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે. પ્રતિમા બનાવવા માટે યોગ્ય પ્રમાણમાં ભૂખરી માટી, કાળી માટી અને કંપોસ્ટના સંયોજનથી સામગ્રી તૈયાર કરવામાં આવી છે. તેમાં ક્યાંય કોઈ રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઉત્સવ પૂરો થયાં પછી યોગ્ય કુંડામાં પ્રતિમા મૂકી, એની વિધિવત પૂજા કરી પાણી દ્વારા એનું વિસર્જન કરવામાં આવે પછી એમાં શાકભાજીના બી વાવી શકાય કે ફૂલછોડ રોપી શકાય છે.

આ પણ વાંચો ભગવાન ગણેશજીની મૂર્તિઓના કદમાં છૂટથી અંબાજીના મૂર્તિકારોમાં આનંદ ભયો

છોડમાંથી સેન્દ્રીય ખાતર મળતી માહિતી મુજબ ઉત્સવ પૂરો થયા પછી પણ શ્રીજીના પ્રસાદ રૂપે શાકભાજી કે પૂજા માટે ફૂલો આ પ્રતિમાઓ આપશે. મંડળ દ્વારા આ અનોખી શ્રીજી પ્રતિમાઓ ખરીદનારાઓને ભીંડા ના બીજ ભેટ રૂપે આપવાનું આયોજન છે. આ બીજ સાવિત્રી અર્બન ફૂડ ફોરેસ્ટ સંસ્થાએ પ્રાકૃતિક છોડ ઉછેરથી તૈયાર કર્યા છે. આ મંડળને પ્રોત્સાહન આપવા પૂરા પાડ્યા છે. આ સંસ્થાઓના સહયોગથી લક્ષ્‍મી સખી મંડળ શાકભાજી અને ફળના છોડમાંથી સેન્દ્રીય ખાતર પણ બનાવે છે. Item for making Ganesha Idols, Ganesh Chaturthi 2022, Idols of Ganesha with help of compost, ganesh utsav 2022 vadodara.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.