- વજન કાટાના 4.11 લાખ ચૂકવ્યાં હોવા છતાં વજન કાંટો ના આપ્યો
- સરદારધામના ટ્રસ્ટીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
- પેમેન્ટ પરત માંગતા વેપારી એ આપેલા ત્રણ ચેક પણ બાઉન્સ થયા
વડોદરા: જિલ્લાના અણખોલ ગામની સિમમાં સરદારધામ ટ્રસ્ટનો પ્રજેક્ટ ચાલે છે. જેમાં બિલ્ડીંગ મટીરીયલ માટે વજન કાંટાની ખરીદી માટે ટ્રસ્ટે એક વેપારીને રૂપિયા 4.11 લાખ એડવાન્સમાં આપ્યા હતા. જોકે, વેપારીએ વજન કાટો ન આપતા પ્રોજ્ક્ટ ઇન્ચાર્જ વડોદરા તાલુકા પોલીસને વેપારી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ટ્રસ્ટના ગોલબલ પાટીદાર બિઝનેશ ઓર્ગેનીઝેશનના મેમ્બર સંકર પટેલના રેફ્રન્સથી આનંદની કાનન વેઈન્ગ સિસ્ટમ પાસે ગત વર્ષે એક નવેમ્બરના રોજ કોટેશન મંગાવ્યું હતું. જેના પાંચ દિવસ બાદ કાનન વેન્ડીંગના પ્રોપેરાઇટર ભરત પટેલે સાઈડની વિઝિટ કરી હતી.
ફેબ્રુઆરી અને જૂનમાં આપેલા ત્રણ ચેક રિટર્ન થયા
વજન કાંટાની કિંમત રૂપિયા 6.85 લાખ નક્કી કરાઈ હતી અને તે અંગેનો કરાર પણ કરાયો હતો. સરદારધામ ટ્રસ્ટે એડવાન્સ પેમેન્ટ પેટે રૂપિયા 4.11 લાખ કાલુપુર કોપોરેટિવ બેંક મારફતે ભરત પટેલના બેંક ખાતામાં ટ્રાન્ફર કરાવ્યા હતા. વજન કાટો 15 દિવસમાં આપવાનું નક્કી કર્યું છતાં ભરત પટેલે આપ્યો ન હતો. ત્યારબાદ ભરત પટેલ પાસે એડવાન્સ પરત આપવાની માગ કરી હતી. ભરત પટેલના ફેબ્રુઆરી અને જૂનમાં આપેલા ત્રણ ચેક રિટર્ન થયા હતા. ભારત પટેલે વજન કાટો કે એડવાન્સ પેમેન્ટના રૂપિયા રિટર્ન ના કરતા ચંન્દકાંત પટેલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.