વડોદરાઃ શહેર પીસીબી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ પેટ્રોલિંગ સમય દરમિયાન ખાનગી રાહે, બાતમી મળી હતી કે, એક 407 સફેદ કલરના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી છાણી જુના ટોલ પ્લાઝા રોડ અમદાવાદથી વડોદરા તરફ રામા કાકાની ડેરી થઈ આદિત્ય વિલા કોમ્પ્લેક્ષ, SBI બેંક રામાકાકા રોડ થઈ પસાર થવાની છે.
આ ચોક્કસ માહિતીને આધારે PCB પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી પોલીસે તપાસ કરી, ત્યારે રાજસ્થાનના રાજુરામ હરિરામ સવ(બીસનોઈ) નામના ઈસમને ઝડપી લીધો હતો.
ટેમ્પોમાં પોલીસે તપાસ કરતા છાણીયા ખાતરની બેગ પાછળથી વિદેશી શરાબની 84 પેટી જેમાં 750 મિલીની 1008 નંગ બોટલો મળી આવી હતી. જે બનાવ અંગે PCBએ રાજેસ્થાનના રાજુરામ બીસનોઈની અટકાયત કરી હતી. જ્યારે શરાબનો જથ્થો, ટાટા ટેમ્પો, મોબાઈલ મળી 7,53,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ શરાબનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોને સોંપાવનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી હતી.